પુરુષો નીચા કદ વાળી છોકરીઓ ને જ કેમ પસંદ કરે છે ?

પુરુષો નીચા કદ વાળી છોકરીઓ ને જ કેમ પસંદ કરે છે ?

મો.ન્યુ.ફો.નેટવર્ક : હાલમાં છોકરા અને છોકરી વચ્ચે રિલેશનશીપ હોવી એ આમ બાબત છે. સાથે એ પણ છે ધીમેધીમે પુરૂષોની પસંદ બદલાઈ રહી છે. તમે એમ સમજતા હો કે હાઈટ બોડી ધરાવતી છોકરીઓ પુરૂષોની પ્રથમ પસંદ હશે તો તમે ખોટા છો કારણ કે પુરૂષોની પ્રથમ પસંદ ઢબુડીઓ બની રહી છે.

કુંડળી સિવાય લગ્ન માટે સંબંધ બનાવતી વખતે છોકરા અને છોકરીના રંગ અને ઊંચાઈ પર પણ ધ્યાન આપવામાં આવે છે. કોશિશ કરવામાં આવે છે કે છોકરા-છોકરીની ઊંચાઈમાં બહુ તફાવત ન હોવો જોઈએ. પરંતુ દક્ષિણ કોરિયાના એક રિસર્ચર્સના મતે ઊંચાઈનો તફાવત પ્રેમમાં વધારો કરે છે. 7850 મહિલાઓ પર કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે જે પતિઓની ઉંચાઈ તેમની પત્ની કરતા ઘણી વધારે હોય છે, તે પુરુષો સારા પતિ સાબિત થાય છે અને આવી પત્નીઓ ભવિષ્યમાં ખૂબ જ સુખી જીવન જીવે છે.