12 અનાથ દીકરીઓના સમૂહલગ્નમાં પોલીસ પહોંચી, પછી જે થયું એ જાણી તમને ભાજપના નેતાઓ સામે આવશે ગુસ્સો

12 અનાથ દીકરીઓના સમૂહલગ્નમાં પોલીસ પહોંચી, પછી જે થયું એ જાણી તમને ભાજપના નેતાઓ સામે આવશે ગુસ્સો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, રાજકોટ :   જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઈ છે ત્યારથી ભાજપના નેતાઓ માસ્ક અને સોશિયલ distance ના નિયમોના સતત ધજાગરા ઉડાડતા આવ્યા છે. છતાં પણ સામાન્ય લોકો પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસુલ કરતી પોલીસ નેતાઓ સામે કોઈપણ પ્રકારના એકશન લેતી નથી જોકે રાજકોટમાં યોજાયેલા એક સમૂહ લગ્નમાં પોલીસે અડધી વિધિ એ જ દખલગીરી કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

 રાજકોટમાં શ્રી રામ ધુન સંતવાણી મંડળ દ્વારા સણગાર હોલ ખાતે ૧૨ અનાથ છોકરીઓના સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા. તે દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાને કારણે આજી ડેમ પોલીસ સ્ટેશન દ્વારા અધૂરા સમારોહમાં આ સમારોહના આયોજકો અને હોલના માલિક અને તેમની ટીમની અટકાયત કરવામાં આવી છે. આ સમારોહમાં હાજરી આપવા પહોંચેલા એનસીપી નેતા રેશ્મા પટેલને આ વાતની જાણ થતાં તેમને પણ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા.

રેશ્મા પટેલે મીડિયાને જણાવ્યું કે " ભાજપના કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. આ નેતાઓ સામે કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા અને સામાન્ય જનતાને હેરાન કરવામાં આવી રહી છે. નિયમો સુખાકારી માટે હોય છે જનતાને દંડવા માટે નથી હોતા. જો આ સામાજિક કામ કરવા વાળા લોકો પર પગલાં લેવામાં આવ્યા હોય તો એ નેતાઓ સામે પણ પગલાં લેવા જોઈએ." રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું કે અમે રાજકોટ કલેકટરને આવેદન પત્ર આપીશું કે જે નિયમો અંતર્ગત આ અનાથ દીકરીઓના લગ્નના આયોજકોની અટકાયત કરવામાં આવી તે જ નિયમો અંતર્ગત ભાજપના નેતાઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ.