પંજાબ : સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામોમાં ભાજપને ઝટકો, કોંગ્રેસ ગેલમાં

પંજાબ : સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામોમાં ભાજપને ઝટકો, કોંગ્રેસ ગેલમાં

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે પરિણામોમાં કોંગ્રેસ એકતરફી બાજી મારતું દેખાઈ રહ્યું છે. પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 117 સંસ્થાઓ ઉપર 9 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. દરેકની નજર ખેડૂત આંદોલનની ગરમીમાં યોજાયેલી આ ચૂંટણીઓનાં પરિણામો પર છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આ પરિણામોમાં કોંગ્રેસને કૃષિ કાયદાના જોરદાર વિરોધનું ફળ મળી રહ્યું છે. અહીં પાર્ટી શહેરી સંસ્થાઓમાં શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે.પંજાબની 8 મહાનગરપાલિકાના પરિણામોની વાત કરીએ તો તમામ બેઠકો પર કોંગ્રેસ લીડ કરી રહી છે. ભાજપ માટે આ સૌથી મોટો ઝટકો સાબિત થયો છે. 

નવાનશહેરના 11 વોર્ડમાં કોંગ્રેસે વિજય મેળવ્યો છે, જ્યારે કુરાલીમાં પાર્ટીએ 9 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે અપક્ષોએ પાંચ અને શિરોમણિ અકાલી દળને બે બેઠક મળી હતી. સમાચાર અહીંના કોંગ્રેસ માટે બટિંડાથી રોમાંચક છે, જ્યાં મહાપાલિકામાં પાર્ટી પહેલીવાર મેયર બનાવવાની સ્થિતિમાં પહોંચી છે.કોંગ્રેસ પંજાબના બટાલા અને પઠાણકોટ મહાનગરપાલિકાઓમાં ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે.