સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટેના કોચીંગ વર્ગોનું આયોજન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટેના કોચીંગ વર્ગોનું આયોજન

Mnf network:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સીસીડીસી મારફત જુદી-જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની સચોટ તાલીમ અને તજજ્ઞ નિષ્ણાંતોના માધ્યમથી કરવામાં આવે છે. હાલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્ક (વર્ગ-3)ની 128 જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે. આ માટે ભરતીની જાહેરાતના અનુસંધાને સી.સી.ડી.સી., સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.5-01-2024 ને શુક્રવારથી સી.સી.ડી.સી. ખાતે તાલીમવર્ગોનું આયોજન કરવામાં આવેલ છે.

આ તાલીમવર્ગમાં જુનિયર ક્લાર્કની જગ્યા માટેના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ, મેથેમેટીક્સ અને રીઝનીંગ, સામાન્ય જ્ઞાન વગેરે વિષયોની સઘન તાલીમ આપવામાં આવશે. તાલીમવર્ગમાં જોડવા ઈચ્છતા ઉમેદવારો તા. 04-01-2024 સુધીમાં ગ્રાઉન્ડ ફલોર, સીસીડીસી બિલ્ડીંગ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જુનિયર ક્લાર્કનું ઓનલાઈન ભરેલ ફોર્મની ઝેરોક્ષ, આઈ.ડી. પ્રુફ, છેલ્લી માર્કશીટ અને સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ સાથે લાવવાનું રહેશે.