ઓમાન-ભારત વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત, સંયુક્ત રોકાણ ફંડના ત્રીજા તબક્કાની જાહેરાત

ઓમાન-ભારત વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત, સંયુક્ત રોકાણ ફંડના ત્રીજા તબક્કાની જાહેરાત

PM મોદી અને ઓમાનના રાષ્ટ્રપતિએ વિકાસલક્ષી મુદ્દે કરી ચર્ચા

ઓમાન-ઈન્ડિયા જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના ત્રીજા હપ્તાની કરી જાહેરાત

100 મિલિયન ડોલર અને 200 મિલિયન ડોલરના હપ્તાઓ પર સંમત થયા

Mnf network: PM મોદી અને ઓમાનના રાષ્ટ્રપતિએ ગઈકાલે વિઝન ડોક્યુમેન્ટમાં તેમની સંમતિ વ્યક્ત કરી છે. આ સાથે ઓમાન-ઈન્ડિયા જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના ત્રીજા હપ્તાની જાહેરાત કરવામાં આવી છે.

આ હપ્તામાં 300 મિલિયન યુએસ ડૉલર (લગભગ 2500 કરોડ રૂપિયા) પર સહમતિ બની છે. 100 મિલિયન ડોલર અને 200 મિલિયન ડોલરના હપ્તાઓ પર સંમત થયા હતા.

PM મોદી અને મુલાકાતી નેતા વચ્ચેની વાતચીતને વ્યાપક અને રચનાત્મક" આ અંગે ખુલાસો કરતા વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું, "ત્રીજા હપ્તા વિશે કહેવામાં આવ્યું છે કે તે 300 મિલિયન રૂપિયા હશે. ઓમાન-ભારત સંયુક્ત રોકાણ ભંડોળના ત્રીજા તબક્કાની જાહેરાત માત્ર નોંધપાત્ર નાણાકીય પ્રતિબદ્ધતાને જ પ્રતિબિંબિત કરતી નથી, પરંતુ આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે બંને દેશોના લાંબા ગાળાના વિઝનને પણ મજબૂત બનાવે છે.

જ્યારે PM મોદીએ કહ્યું કે ઓમાનના સુલતાન 26 વર્ષ બાદ ભારતની સરકારી મુલાકાતે આવ્યા છે. બંને દેશો વચ્ચે સફળ પ્રતિબદ્ધતાઓના આધારે સંબંધો સ્થાપિત થઈ રહ્યા છે. આ સિવાય બંને દેશો વચ્ચે UPIના ઉપયોગ અંગે વિચારણા કરવામાં આવી રહી છે. બંને નેતાઓ નવા 'ભારત-ઓમાન સંયુક્ત વિઝન, ભવિષ્ય માટે ભાગીદારી' માટે સંમત થયા હતા. જેના અંતર્ગત બંને દેશો દસ અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કરશે.