સુરતીઓ આનંદો : ' બેસ્ટ પરફોમિંગ સ્માર્ટ સિટી ' માં સુરત બીજા ક્રમે : 3 પ્રોજેક્ટ એવોર્ડ પણ એનાયત થયા

સુરતીઓ આનંદો :  ' બેસ્ટ પરફોમિંગ સ્માર્ટ સિટી '  માં સુરત બીજા ક્રમે :  3 પ્રોજેક્ટ એવોર્ડ પણ એનાયત થયા

સ્માર્ટ સિટિઝ મિશન, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્ર, ભારત સરકાર દ્વારા આયોજીત ઇન્ડિયા સ્માર્ટ સિટિઝ એવોર્ડ કોન્ટેસ્ટ ૨૦૨૨ અંતર્ગત સુરતને ‘બેસ્ટ પરફોર્મિંગ સ્માર્ટ સિટી' કેટેગરીમાં તમામ સ્માર્ટ સિટીઓમાં દ્રિતીય ક્રમ તેમજ ૩ પ્રોજેક્ટ એવોર્ડ્સ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સ્માર્ટ સિટિઝ મિશન, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ભારત સરકાર દ્વારા તમામ ૧૦૦ સ્માર્ટ સિટીઓને પ્રોત્સાહન આપવાનાં હેતુથી 'ઇન્ડિયા સ્માર્ટ સિટિઝ એવોર્ડ કોન્ટેસ્ટ (ISAC)' નું આયોજન કરવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા ઇન્ડિયા રસ્માર્ટ સિટિઝ એવોર્ડ કોન્ટેસ્ટ ૨૦૨૨ (ISAC 2022) માં સક્રિયરૂપે ભાગ લેવામાં આવેલ અને સદર એવોર્ડની બેસ્ટ પરફોર્મિંગ સ્માર્ટ સિટી એવોર્ડ, પ્રોજેક્ટ એવોર્ડ, ઇનોવેશન એવોર્ડ તેમજ પાર્ટનર એવોર્ડ કેટેગરીઓમાં વિવિધ નોમિનેશનો કરવામાં આવેલ.

જે અન્વયે આજ રોજ તા.૨૭/૦૯/૨૦૨૩, બુધવારે મધ્ય પ્રદેશના ઇન્દોર શહેર ખાતે 'ઇન્ડિયા સ્માર્ટ સિટિઝ કોન્કલેવ ૨૦૨૩' ઇવેન્ટ અંતર્ગત ISAC 2022ની એવોર્ડ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીનું આયોજન ભારત દેશનાં મહાહિમ રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મીની અધ્યક્ષતામાં કરવામાં આવેલ. જેમાં મધ્ય પ્રદેશના ગર્વનરશ્રી મંગુભાઇ પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી તેમજ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના રાજ્યકક્ષાના મંત્રી કૌશલ કિશોર ઉપસ્થિત રહેલ.

આ એવોર્ડ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની દરમ્યાન ભારત દેશનાં મા. રાષ્ટ્રપતિશ્રીના વરદ હસ્તે સુરત મહાનગરપાલિકાને બેસ્ટ પરફોર્મિંગ સ્માર્ટ સિટી' કેટેગરીમાં તમામ સ્માર્ટ સિટીઓમાં દ્રિતીય ક્રમ મેળવવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવેલ તેમજ ISAC 2022 ની ‘પ્રોજેક્ટ એવોર્ડ' અને ‘ઇનોવેશન એવોર્ડ' કેટેગરીઓમાં કુલ ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયેલ.

1. ICCC: Business Model કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ICCC હેઠળ કરવામાં આવતી વિશેષ કામગીરીઓ બદલ એવોર્ડ

2. Innovative Idea કેટેગરીમાં અનુવ્રત કેનાલ કોરીડોરનાં ડેવલપમેન્ટ તેમજ આત્મનિર્ભર બનાવવાના

ફાઇનાન્સીયલી સસ્ટેનેબલ મોડેલને એવોર્ડ 3. Covid Innovation કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા COVID-19 પેડેમિક દરમ્યાન લેવામાં આવેલ વિવિધ અસરાત્મક ઇનિશિયેટિવસ તેમજ કરવામાં ઉમદા કામગીરીઓ બદલ એવોર્ડ

સદર એવોર્ડ પ્રાપ્ત સ્વીકારવા સુરત શહેરના માનનીય મેયર દક્ષેશભાઈ માવાણી, સુરત મહાનગરપાલિકાનાં માનનીય કમિશનર શાલીની અગ્રવાલ (આઈ.એ.એસ.) તેમજ ડેપ્યુટી કમિશનર અને સુરત સ્માર્ટ સિટીનાં સી.ઈ.ઓ. સ્વાતીબેન દેસાઈ ઈન્દોર ખાતે ઉપસ્થિત રહેલ.

'ઇન્ડિયા સ્માર્ટ સિટિઝ કોન્કલેવ ૨૦૨૩' ઇવેન્ટ એક્ઝીબીશનમાં સુરત સ્માર્ટ સિટીનો સ્ટોલ પણ બનાવવામાં આવેલ જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટિઝ મિશન હેઠળ કરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટોની વિગતો તેમજ સુરત સ્માર્ટ સિટીનું 3D મોડલ 'Surat Smart City - Connecting Past to Future' ને પ્રદર્શિત કરવામાં આવેલ.