સુરત : મનપાની સભામાં AAPની મહિલા નગર સેવક ભાન ભૂલી, સિક્યોરિટી ગાર્ડને બચકું ભર્યું- જાણો સમગ્ર ઘટના

સુરત : મનપાની સભામાં AAPની મહિલા નગર સેવક ભાન ભૂલી, સિક્યોરિટી ગાર્ડને બચકું ભર્યું- જાણો સમગ્ર ઘટના
સિક્યુરિટી ગાર્ડને બચકું ભરતી આપની મહિલા નગરસેવક તસવીરમાં દ્રશ્યમાન થાય છે

સુરત મનપાની સભામાં બહાર કઢાતાં આપની મહિલા કોર્પોરેટરે સિક્યુરિટી ગાર્ડને બચકું ભરી લીધું.

આપના જ અન્ય કોર્પોરેટરોની ઉદ્ધતાઈ છતી થઈ હતી .

કોર્પોરેટરોએ સિક્યુરિટી ગાર્ડને પણ અપમાનજનક શબ્દો કહ્યા.

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે ત્યારે શરૂઆતમાં આમ આદમી પાર્ટીના નગરસેવકોએ પ્રજા વત્સલ હોવાનો ભારે દેખાવ કર્યો હતો .પરંતુ સમયાંતરે આ નગરસેવકો પોતાના વિસ્તારના વિકાસ કામો કે પ્રાણ પ્રશ્નો ની રજૂઆત કરવાને બદલે મનપાની જેટલી સભા થાય તેમાં માત્ર અને માત્ર હોબાળો કરી અને પ્રસિદ્ધિ મેળવવામાં જ જાણે મગ્ન હોય તેવું એક ચિત્ર છેલ્લા ઘણા સમયથી ઉપસી રહ્યું છે.

મીડિયા અહેવાલ મુજબ, તાજેતરમાં મળેલી સુરત મહાપાલિકાની સામાન્ય સભામાં શાસક ભાજપ અને વિપક્ષના કોર્પોરેટરે વચ્ચે ભારે જામી હતી . તેમાં સભા પુરી થયા બાદ પણ વિપક્ષ દ્વારા સભાગૃહમાંથી બહાર નીકળવાનો ઇન્કાર કરવામાં આવતાં  સિક્યુરિટી ગાર્ડે તેમને ટિંગાટોળી કરીને બહાર કાઢ્યા હતા . જે દરમિયાન એક મહિલા વિપક્ષી કોર્પોરેટરે સિક્યુરિટી ગાર્ડને બચકું ભરી લીધું હતું . સાથે સાથે વિપક્ષના કોર્પોરેટરોએ ગાર્ડને અપમાનજનક શબ્દો પણ કહ્યાં હતાં .

અત્રે નોંધનીય છે કે, મહાપાલિકાની સુરત વિધાનસભાની ચૂંટણી પૂર્વેની આ છેલ્લી સામાન્ય સભા હતી . જેને કારણે શાસક અને વિપક્ષના કોર્પોરેટરો આક્રમક રહ્યાં હતાં . જોકે , સિક્યુરિટી ગાર્ડ પર જે રીતે હુમલો કરીને બચકાં ભરવામાં આવ્યા અને અપમાનજનક શબ્દો કહેવામાં આવ્યા તે ખરેખર શરમજનક રહ્યું હતું . સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમનું કામ કરવામાં આવતું હતું . તેમને નિશાન બનાવવામાં આવ્યા તે કોઈપણ રીતે યોગ્ય નહોતું . વિપક્ષ આપની લડાઈ ભાજપના કોર્પોરેટરો સાથે હોય તો શાબ્દિક લડાઈ કરો પરંતુ આ ઘટના વખોડવાપાત્ર રહી હતી .