ભાજપનાં આ મહિલા ધારાસભ્ય દુનિયાને અલવિદા કર્યા બાદ પણ હજુ જીવંત છે, શુ છે રહસ્ય ? જાણો

ભાજપનાં આ મહિલા ધારાસભ્ય દુનિયાને અલવિદા કર્યા બાદ પણ હજુ જીવંત છે, શુ છે રહસ્ય ? જાણો
તસવીરમાં લગાવેલા બેનરમાં ડાબી બાજુ ઊંઝા ના મહિલા ધારાસભ્ય સ્વ.ડો. આશાબેન પટેલ દ્રશ્યમાન થાય છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : દુનિયામાં એવા લોકો બહુ ઓછા હોય છે જેની હાજરી કરતાં ગેરહાજરીમાં એમની વધારે નોંધ લેવાતી હોય છે એમને વધારે યાદ કરવામાં આવતા હોય છે અને સતત એમની ખોટ ચાલતી હોય છે. આ દુનિયામાં એવા લોકો બહુ ઓછા હોય છે જેઓ અલ્પ સમય માટે આપણી વચ્ચે આવતા હોય છે અને લાંબા સમય સુધી તેમના ગયા પછી તેમની યાદ લોકોના માનસપટલ પર છોડી જતા હોય છે, તેમના કાર્યોની સુવાસ ચોતરફ પ્રસરતી રહેતી હોય છે.

વાત કરવી છે આજે એક એવા નેતાની કે જેઓ ખૂબ જ ઓછો સમય લોકોની વચ્ચે રહ્યા પરંતુ એમની પાછળ એમના વિકાસ કાર્યોની સુવાસ હજુ પણ પ્રસરી રહી છે.વાત છે ઉત્તર ગુજરાતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર નો સમાવેશ કરતા ઊંઝા વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય સ્વ.ડો. આશાબેન પટેલની. આશાબેન ટૂંક સમય માટે ઊંઝા વિધાનસભા સીટ પરથી ગુજરાતના રાજકારણમાં કાર્યરત રહ્યા. પરંતુ તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન પોતાના મતવિસ્તાર એવા ઊંઝા વિધાનસભામાં સમાવેશ પામતા ઊંઝા અને વડનગર તાલુકામાં એટલા બધા વિકાસ કાર્યો સરકાર પાસેથી મંજૂર કરાવ્યા છે ,જેમાંથી કેટલાક તેમણે પોતાની નજર સમક્ષ પૂર્ણ થતા જોયા છે. તો કેટલાક આજે તેમની હયાતી ન હોવા છતાં પણ કેટલાક વિકાસ કાર્યો જે તેમના પ્રયત્નોથી મંજૂર થયા હતા તે હજુ ગતિમાં છે.

જોકે તેઓ ગુજરાતનાં સૌથી શિક્ષિત ધારાસભ્ય હતાં અને તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ઊંઝાને અનેક પ્રકારની સિદ્ધિઓ અપાવી છે. એટલું જ નહીં પ્રધાનમંત્રી મોદીના વતન વડનગરમાં પણ સળગતા પ્રશ્નોનું તેમણે સમાધાન કરાવ્યું છે. ત્યારે આજે પણ તેમના પ્રયત્નોથી મંજૂર થયેલા વિકાસ કાર્યો ઊંઝા વિધાનસભા વિસ્તારમાં તેજ ગતિએ ચાલી રહ્યા છે. જોકે તેમના નિધન બાદ ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ પણ તેમના વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટે ભારે જહમત ઉઠાવી રહ્યા છે અને પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે.

ત્યારે તાજેતરમાં જ ઉંઝા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણપતિ મંદિર ઐઠોર ખાતે વાલમિયાપુરા એપ્રોચ રોડ પર સ્વ. ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલના અથાક પ્રયત્નોથી આશરે ૬.૦૫ કરોડના નવીન બ્રિજનું ખાતમુર્હુત  સાંસદ શારદાબેન પટેલ, ઊંઝા APMC ચેરમેનશ્રી દિનેશભાઈ પટેલ, જિ. પં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરિભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ,ઉપપ્રમુખ ,તાલુકા,શહેર સંગઠનના હોદ્દેદારો, જિલ્લા,તાલુકા સદસ્યો, ગણપતિ પ્રમુખ ટ્રસ્ટીઓના હસ્તે યોજાયું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા.એટલું જ નહીં આ ઉપરાંત ઊંઝા અને વડનગર વિધાનસભા વિસ્તારમાં કરોડો રૂપિયાના રોડ રસ્તાઓ પણ મંજૂર થયા છે ત્યારે એમ કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું નથી કે ભાજપનાં આ ધારાસભ્ય હજુ પણ તેમના વિકાસ કાર્યોથી સદૈવ જીવંત છે.