સુરત : મંગળવારે 6 ઝોનમાં રહેશે પાણીકાપ : 15 લાખ શહેરીજનો ને થશે સીધી અસર

સુરત : મંગળવારે 6 ઝોનમાં રહેશે પાણીકાપ : 15 લાખ શહેરીજનો ને થશે સીધી અસર

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : SMC દ્વારા 21મીએ ઉધના, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં પાણી લાઇનના લીકેજ રિપરિંગની સાથે લાઇનના શિફ્ટિંગનું મેગા ઓપરેશન હોવાથી 6 ઝોનમાં પાણી કાપ સર્જાશે, જેની આશરે 15 લાખ લોકોને અસર થશે.

સુરત મહાનગર પાલિકાના પાણી સમિતિના અધ્યક્ષ હિમાંશુ રાઉલજી એ આપેલ માહિતી મુજબ, 21મીએ સવારે 9થી ખટોદરા જળવિતરણ મથકની ટાંકીની લાઈનના લીકેજ રીપેરીંગની સાથે લિંબાયત ઝોનમાં ડુંભાલ જળ વિતરણ મથકમાં લાઇન પર પ્લેટ મૂકાશે. સેન્ટ્રલ ઝોનમાં શારદા સર્કલ,મજુરા ગેટ પાસે મેટ્રો માટે લાઇન શિફ્ટિંગ કરાશે. જ્યારે રૂદરપુરા છપ્પન ચાલ પાસે વાલ્વ ફિટ કરાશે. આ કામગીરી મંગળવારે રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે.

મંગળવારે નીચેના વિસ્તારોમાં પાણીકાપ રહેશે...

ખટોદરા જળ વિતરણમથક :ખટોદરા GIDC વિસ્તાર, સિવિલ હોસ્પિટલ

ઉમરવાડા મથક :અશ્વિનીકુમાર, ફુલપાડા,લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ ઉમરવાડા તથા મોબ–ડુંભાલની સીતારામ સોસાયટી અને આઈ માતા રોડ

ડુંભાલ મથક. : મગોબ-ડુંભાલ તથા આઈ માતા રોડ, લિંબાયત, નીલગીરી સર્કલ, ડીંડોલી શિવહીરાનગર, ખોડીયારનગર, સીતારામનગર, નંદનવન

ઉમરવાડા જળવિતરણ મથક :  જશઅને અભિષેક માર્કેટ, મિલેનિયમ માર્કેટ

કિન્નરી જળવિતરણ મથક :  રેલવે સ્ટેશન, સુમુલ ડેરી, દિલ્હી ગેટથી ચોક બજાર, રાજ માર્ગથી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા,રામપુરા, હરીપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર-નાણાંવટ 

કતારગામ ઝોન  : કતારગામ દરવાજા, સુમુલ ડેરી રોડ, અલકાપુરી, ગોટાલાવાડી, કતારગામ બાળાશ્રમ

વેસુજળવિતરણ મથક : સુમન સતાર, હાઈ ટેક એવન્યુ, બેચરલ હોસ્ટેલ, નંદીની-૩, વાસ્તુ ગ્રામ ચોકડી

ભિમરાડ જળ વિતરણ મથક :  ટી.પી-43 ભિમરાડ,ટી.પી-42 ડ્રીમ સીટી ખજોદ, ભિમરાડ ગામ, સરસાણા ગામ

ડુમસ જળવિતરણ મથક. : સવારનો સપ્લાય

અઠવા જળ વિતરણમથક : પીપલોદ, ઉમરા ગામ તળ વિસ્તાર