ઊંઝા : પાલિકા દ્વારા નગર માટે લેવાયો મહત્વનો નિર્ણય : થશે મોટો આર્થિક ફાયદો, જાણી કરશો પ્રસંશા

ઊંઝા : પાલિકા દ્વારા નગર માટે લેવાયો મહત્વનો નિર્ણય :  થશે મોટો આર્થિક ફાયદો, જાણી કરશો પ્રસંશા

ઉંઝા નગર પાલિકા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ લગાવવાની સર્વે કામગીરી પૂર્ણ : પાલિકાને થશે મોટો આર્થિક લાભ

જી યુ ડી સી દ્વારા નગરમાં ઝડપથી સોલાર પ્લાન્ટ કાર્યરત થાય તે માટે પાલિકાના સક્રિય પ્રયત્નો ચાલુ છે : દિક્ષીતભાઈ પટેલ, પ્રમુખ નગર પાલિકા

ઉંઝા નગર પાલિકામાં વિસ્તારમાં લાગશે સોલાર પ્લાન્ટ

જી યુ ડી સી દ્વારા સર્વે કામગીરી પૂર્ણ

814 કિલો વોટના 8 સોલાર પ્લાન્ટ કાર્યરત થશે

વાર્ષિક આશરે 70 લાખ જેટલી રકમની વીજળી ઉત્ત્પન્ન થશે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સમગ્ર ઉત્તર ગુજરાતની એકમાત્ર ISO સર્ટિફાઇડ ઊંઝા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલના નેતૃત્વમાં શહેરના સર્વાંગી વિકાસ માટે એક પછી એક મહત્વના નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે પાલિકા પર પડતા વીજ બિલના આર્થિક બોજા ને ઓછો કરવા માટે ઘણા સમય થી મંજૂર થયેલી ઊંઝા નગરપાલિકા વિસ્તાર માં સોલર પ્લાન્ટ લગાવવા માટેના સર્વે ની કામગીરી પૂર્ણ થતાં હવે સોલાર પેનાલો લગાવવા પાલિકાના સક્રિય પ્રયત્નોથી જી યુ ડી સી દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર દ્વારા નગરપાલિકાઓમાં સોલાર પેનલ લગાવવા માટેની મંજૂરી અપાઈ હતી. જેના સંદર્ભમાં જીયુડીસી( GUDC) દ્વારા ઊંઝા નગરપાલિકા વિસ્તારમાં પણ સોલાર પ્લાન્ટ માટે ઘણા સમયથી મંજૂર થયેલી સર્વેની કામગીરીને પૂર્ણ કરી દેવામાં આવી છે. સોલાર પ્લાન્ટ લાગવાથી નગર પાલિકા નું વીજબિલનું આર્થિક ભારણ ઓછું થઈ જશે.

પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલના જણાવ્યા મુજબ, જી યુ ડી સી દ્વારા સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે અને પાંચ વર્ષ સુધી તેનો મેન્ટેનન્સ ખર્ચ પણ જી યુ ડી સી ભોગવશે. નગરપાલિકા વિસ્તારમાં આશરે 814 કિલો વોટના 8 પ્લાન્ટ લાગશે. જેને કારણે આશરે વાર્ષિક 70 લાખ રૂપિયા જેટલી વીજળી ઉત્પન્ન કરી શકાશે.પાલિકાને મોટો ફાયદો થશે. નગરપાલિકા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ ઝડપથી લાગે તે માટે જીયુડીસી દ્વારા ખૂબ જ ઝડપથી કામગીરી થાય તે માટે નગરપાલિકા દ્વારા સક્રિય પ્રયત્નો ચાલુ હોવાનું પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે જણાવ્યું હતું.