સિરામિક ઉદ્યોગના હબ ગણાતા મોરબીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ રોકાણકારો માટે વૈશ્વિક મંચ બની : રાઘવજી પટેલ

સિરામિક ઉદ્યોગના હબ ગણાતા મોરબીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ રોકાણકારો માટે વૈશ્વિક મંચ બની : રાઘવજી પટેલ

Mnf network: બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટ એ હવે રોકાણકારો માટેનો વૈશ્વિક મંચ બની ચૂકી છે, જેના પગલે ગુજરાતના ઉદ્યોગ જગતને નવું બળ મળી રહ્યું છે, ત્યારે સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું સર્જન પણ થઈ રહ્યું છે. ભારતમાં મોટાભાગનું સિરામિક ઉત્પાદન ગુજરાતના નાનકડા એવા મોરબી જિલ્લામાં થાય છે. જેથી મોરબીને ગુજરાત તેમજ ભારતના સિરામિક ઉદ્યોગનું હબ માનવમાં આવે છે. મોરબીમાં 10 હજારથી વધુ ઉત્પાદન એકમો દેશના 90 ટકા સિરામિકનું ઉત્પાદન કરે છે.

મોરબીમાં વાર્ષિક રૂ. 48 હજાર કરોડના સિરામિકનું ઉત્પાદન થાય છે. આ ઉદ્યોગ 4 લાખ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે. ગુજરાત ભારતની સિરામિક નિકાસમાં મોખરે છે. ભારતમાંથી કુલ સિરામિક નિકાસ 2.67 બિલિયનની છે. તેમાંથી ગુજરાતનું યોગદાન 2.18 બિલિયન છે, ત્યારે કહી શકાય કે, ગુજરાતનો સતત વિકસતો સિરામિક ઉદ્યોગ એ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના ઉજ્જવળ ભવિષ્યની ઝલક છે.