Breaking : ધો.10 ની CBSE બોર્ડની પરીક્ષા રદ : ધો.12 ની પરીક્ષા હાલમાં સ્થગિત કરાઈ

Breaking : ધો.10 ની CBSE બોર્ડની પરીક્ષા રદ : ધો.12 ની પરીક્ષા હાલમાં સ્થગિત કરાઈ

મોર્નિંગ ન્યુઝ ફોકસ  :  ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની CBSE બોર્ડની પરીક્ષાને લઈને બહુ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી વચ્ચે થયેલી બેઠક બાદ ધોરણ 10ની સીબીએસસીની પરીક્ષા રદ કરવામાં આવી છે. જ્યારે ધોરણ12ની સીબીએસસીની બોર્ડની પરીક્ષા અત્યારે સ્થગિત કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે હાલમાં કોરોના ની સ્થિતિ અને કારણે સમગ્ર દેશમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સીબીએસસી બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. ત્યારે ધોરણ12ની CBSE બોર્ડની પરીક્ષા હાલમાં સ્થગિત કરવામાં આવી છે. જે આગામી સમયમાં ક્યારે યોજવી તેની જાહેરાત 15 દિવસ પછી થઈ શકે છે. અત્રે નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ CBSE બોર્ડની પરીક્ષાને લઇને સરકારને લેખિતમાં રજૂઆત કરી હતી ત્યારે આજે PM નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી વચ્ચે થયેલી બેઠક બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.