પુસ્તકની કિંમત ભલે સામાન્ય હોય, પણ તેનું મુલ્ય હંમેશા અમુલ્ય હોય

પુસ્તકની કિંમત ભલે સામાન્ય હોય, પણ તેનું મુલ્ય હંમેશા અમુલ્ય હોય

Mnf network:  પોરબંદરના સાન્દિપની ખાતે બાબડેશ્ર્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાં ત્રિ-દિવસીય ગ્રંથાલય સેમીનાર યોજાયો હતો.

પુજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાન્દિપની વિદ્યાનિકેતન-પોરબંદરના સેવા સહયોગથી રાજા રામમોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશન-કોલકાતા અને ગુજરાત સરકારના ગ્રંથાલય ખાતાની આર્થિક ગ્રાન્ટ વડે ગુજરાત ગ્રંથાલય સેવા સંઘ, ગુજરાત રાજ્ય-અમદાવાદ આયોજીત 9 મો રાષ્ટ્રીય અને 39 માં ત્રિ-દિવસીય ગ્રંથાલય સેમિનારનું આયોજન સાન્દિપની વિદ્યાનિકેતનની શ્રી બાબડેશ્ર્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું.સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા સંસ્કૃતમાં સુમધુર સંગીત સાથે માતા સરસ્વતીની પ્રાર્થના કરવામાં આવી હતી.વેદમંત્રોનો ઉદઘોષ કરવામાં આવ્યો હતો અને મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્ય કરી આ સેમિનારનો શુભારંભ કરાવ્યો હતો.આવનાર સમય સાથે તાલ મેળવવા, ગ્રંથાલયને સુસજ્જ કરવા માટે શાળા, કોલેજ, યુનિવર્સિટી, સાર્વજનિક ગ્રંથાલયોના ગ્રંથપાલો તથા ગ્રંથાલય અને માહિતી ક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ લખેલા 61 નિબંધોનાં સંગ્રહને 'નુતન પરિપ્રેક્ષ્‍યમાં ગ્રંથાલયોની પુન:રચના' સ્વરૂપે પ્રગટ થયેલા આ દળદાર ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ગુજરાત ગ્રંથાલય સેવા સંઘના પ્રમુખ પંકજભાઈ બાવીસીએ સંઘવતી સૌ મહાનુભાવોને મીઠો આવકાર આપ્યો હતો આ તકે સાંદીપનિના ટ્રસ્ટી અને જાણીતા તબીબ ડો.ભરતભાઈ ગઢવીએ પુજય ભાઈશ્રી સ્થાપિત સાંદીપનિનો પરિચય આપી ઋષિકાલીન પરંપરાનો ઉલ્લેખ કરતા ઉપસ્થિત સૌએ પ્રસન્નતા અનુભવી હતી અને પુજય ભાઈશ્રીના ગ્રંથો તથા 'તત્વદર્શન' માસિક પત્રિકાના પ્રકાશનમાં ચાલતી વિશેષ ગ્રંથાલય યોજના વિશે માહિતી આપી હતી.