ઊંઝા નગર પાલિકાના આ સક્રિય યુવા કોર્પોરેટરે એવું પગલું ભર્યું કે હવે સત્તાધીશો અને અધિકારીઓ દોડતા થઈ જશે !

ઊંઝા નગર પાલિકાના આ સક્રિય યુવા કોર્પોરેટરે એવું પગલું ભર્યું કે હવે સત્તાધીશો અને અધિકારીઓ દોડતા થઈ જશે !

અપક્ષ માંથી ચૂંટણી જીતનાર ભાવેશ પટેલે ભાજપ માંથી ચૂંટણી લડવા માટે ટિકિટ માગી હતી પણ ભાજપે નનૈયો  ભણતાં છેવટે તેમણે અપક્ષ માંથી જંપલાવ્યું અને ચૂંટણી  જીતી

ભાવેશ પટેલ અગાઉ ભાજપ યુવા મોરચાના શહેર પ્રમુખ પદનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે.પણ સરકારની ખોટી નીતિઓનો તેમણે સોશ્યલ મીડિયા દ્વારા વિરોધ કરતાં તેમને પદ પરથી દૂર કરાયા હતા.

હાલમાં ભાવેશ પટેલ ઊંઝા નગરપાલિકાના સૌથી યુવા નગર સેવક છે.નગરજનોમાં તેમની લોકપ્રિયતા દિન-પ્રતિદિન વધી રહી છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  ઊંઝા નગરપાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી આગામી 17 માર્ચે યોજાવા જઈ રહી છે ત્યારે પ્રમુખપદ એક કાંટાળો તાજ સાબિત થાય તેવું લાગી રહ્યું છે. કારણ કે તાજેતરમાં જ નગરપાલિકાના અપક્ષના કોર્પોરેટરે એક એવું પગલું ભર્યું છે કે જેને લઇને આગામી સમયમાં અધિકારીઓ અને શાસકો પણ દોડતા થઈ જશે.

જો કે શરૂઆતથી જ શાસકોની લાલીયાવાડી સામે શીંગડા ભેરવનાર ભાવેશ પટેલ તાજેતરમાં નગર પાલિકામાં વોર્ડ નંબર 2 માં અપક્ષ ઉમેદવારે તરીકે ચૂંટાયા છે.જો કે સૌથી ઓછો ચૂંટણી ખર્ચ કરી કોર્પોરેટર બનનાર ભાવેશ પટેલ એક માત્ર સૌથી યુવા, કાયદાનું જ્ઞાન ધરાવનાર અને ઉત્સાહી કોર્પોરેટર છે.

જેમ સુરતમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં જીત્યા બાદ આમ આદમીના કોર્પોરેટરોએ અસરકારક કામગીરી હાથ ધરતા ભાજપના કોર્પોરેટરોના પગ નીચે રેલો આવી જતા દોડતા થયા એમ ઊંઝામાં પણ યુવા નગર સેવક ભાવેશ પટેલે ચૂંટણી જીત્યા બાદ તરત જ એક્શન મોડમાં આવી પ્રજાલક્ષી કામગીરી શરૂ કરી દીધી છે.

જો કે ભાવેશ પટેલે નગરપાલિકાને ડિઝીટલાઈઝ કરવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરતા જ હવે પાલિકા તંત્ર માટે પણ મોટો પડકાર ઉભો થયો છે,ત્યારે ભાવેશ પટેલે તાજેતરમાં એક એવું પગલું ભર્યું છે જેથી પાલિકા અને શાસકોની ઊંઘ હરામ થઈ શકે છે.

ભાવેશ પટેલે પોતાના વોર્ડ સહિત નગરજનોને જાગૃત કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.પોતાના વિસ્તારમાં જે કોઈ સમસ્યા હોય એના માટે નગરજનો સક્રિય બની પાલિકાના સત્તાધીશો ને રજૂઆત કરી શકે તે માટે ભાવેશ પટેલે એક અરજી નમૂનો તૈયાએ કરી નગરજનો માટે સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો છે.

એટલું જ નહીં નગરજનો પોતાની વિસ્તારની સમસ્યાઓની રજૂઆત પાલિકાના સત્તાધીશોને કર્યા બાદ એક પત્ર ભાવેશ પટેલને પણ આપે તે માટે તેમને નગરજનોને અપીલ કરી છે,જેથી જો તંત્ર નગરજનોની રજૂઆતને લઈ આંખ આડા કાન કરે તો એક નગરસેવક તરીકે તેઓ સત્તાધીશોના કાન મરડી શકે.આમ એક યુવા અને કાયદાનું જ્ઞાન ધરાવતા યુવા નગરસેવકની પ્રજાલક્ષી કામગીરીની સુવાસ માત્ર ઊંઝા જ નહીં પણ આસપાસના ગામડાઓમાં પણ પહોંચી છે,ત્યારે સૌ કોઈને મોમાં થી ઉદગાર શ્રી પડે કે 'નગરસેવક હોય તો ભાવેશ પટેલ જેવા' એ સ્વાભાવિક છે