ધો.10-12 ના વિદ્યાર્થીઓ માટે આ સરકારે લીધો મોટો નિર્ણય, પરીક્ષા કેન્દ્રને લઈ પણ વિદ્યાર્થીઓના હિતમાં વિચારણા

ધો.10-12 ના વિદ્યાર્થીઓ માટે આ સરકારે લીધો મોટો નિર્ણય, પરીક્ષા કેન્દ્રને લઈ પણ વિદ્યાર્થીઓના હિતમાં વિચારણા

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : જેમ ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓનો સમય નજીક આવતો જાય છે.તેમ તેમ  કોરોનાનો પ્રભાવ વધતો જાય છે એમ દસમા-બારમા ધોરણની પરીક્ષાઓને લઈને વાલીઓની ચિંતા વધી રહી છે, પરંતુ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ પરીક્ષા ઑફલાઇન જ લેવામાં આવશે અને એની ગમે ત્યારે જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે.

એ સિવાય બોર્ડનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર આ વખતે કોરોનાને લીધે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ૧૫થી ૩૦ મિનિટ વધારાનો સમય આપવામાં આવે એવી શક્યતા છે. દસમા ધોરણના વિદ્યાર્થીઓને પ્રૅક્ટિકલ પરીક્ષાને બદલે દરેક સ્કૂલે સ્પેશ્યલ પ્રોજેક્ટ આપવા જોઈએ એવાં સૂચન બોર્ડને અમુક એજ્યુકેશનિસ્ટો તેમ જ પ્રિન્સિપાલો તરફથી આવ્યાં છે. આ સ્પેશ્યલ પ્રોજેક્ટ્સના અસાઇનમેન્ટ્સ દરેક સ્કૂલે જ આપવાં જોઈએ અને એ પરીક્ષા પછી લેવામાં આવે એવાં સૂચન પણ એજ્યુકેશન મિનિસ્ટરને મળ્યાં છે. દસમા ધોરણની પરીક્ષાનું સેન્ટર આ વખતે દરેક સ્કૂલમાં જ રાખવાનું વિચારવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.

બારમા ધોરણના સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રૅક્ટિકલ્સ મહત્ત્વની હોવાથી એ કઈ રીતે લેવી એની પણ ચર્ચા ચાલી રહી છે. આ સિવાય વિદ્યાર્થીઓને અમુક કન્સેશન આપવાનાં સૂચન પણ આપવામાં આવ્યાં છે જેના પર બોર્ડ ગંભીરતાથી વિચારી રહ્યું છે. પરીક્ષા વખતે કોઈ વિદ્યાર્થી કોરોનાને લીધે ન આવી શકે કે પછી તેના વિસ્તાર કે બિલ્ડિંગને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તો એવા વિદ્યાર્થીઓને બીજી વાર પરીક્ષા આપવા મળે એવી પણ રજૂઆત કરવામાં આવી છે જેના પર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સકારાત્મકતાપૂર્વક વિચારી રહ્યું છે.

બીજી બાજુ ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓને આડે માત્ર હવે દોઢ મહિના જેટલો સમય બાકી છે ત્યારે એકવાર પુનઃ કોરોના ના કેસો વધતાં ગુજરાતના ૮ જેટલા મહાનગરમાં શાળાઓ કોલેજો ની પરીક્ષા ઓફલાઈન રદ કરવામાં આવી છે. એટલું જ નહીં 10 એપ્રિલ સુધી શાળાઓને અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સરકારે ટ્યુશન ક્લાસીસ ને પણ બંધ રાખવાનો વધુ એક નિર્ણય લીધો છે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ હવે ઉચાટ જોવા મળી રહ્યો છે. કારણ કે બોર્ડની પરીક્ષાઓ જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કોરોના નું સંક્રમણ વધતાં વિદ્યાર્થીઓ માનસિક રીતે તણાવ યુક્ત બની રહ્યા છે.