ભાષણ વાળી સ્થિતિમાં મૃતપ્રાય હાથી પર બિરાજમાન PM મોદીની કોણે ઉડાવી મજાક ? વાયરલ કાર્ટૂનનું સત્ય જાણો

ભાષણ વાળી સ્થિતિમાં મૃતપ્રાય હાથી પર બિરાજમાન PM મોદીની કોણે ઉડાવી મજાક ? વાયરલ કાર્ટૂનનું સત્ય જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા ) :  ભારતમાં કોરોનાની બીજી લહેરથી સ્થિતિ સતત બગડી રહી છે. કોરોના માટે સ્પેશિયલ મેડિકલ સેવાઓની સ્થિતિ જોવામાં આવે તો લોકોને હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને આવશ્યક દવાઓ માટે મારામારી કરવી પડી રહી છે. કોરોનાને લીધે જીવ ગયા તો સ્મશાન અને કબ્રસ્તાનમાં પણ લાંબી લાઈનો લાગી છે. આ સંજોગોમાં વિદેશી મીડિયા મોદી સરકારની બરાબર ઝાટકણી કાઢી છે.

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક કાર્ટૂન વાયરલ થયું છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક હાથી ઉપર બેસેલા છે અને હાથી મૃતઃપ્રાય અવસ્થામાં જમીન પર પડેલો દેખાય છે બીજી બાજુ નરેન્દ્ર મોદી હાથીની પીઠ પર સિંહાસનની માફક બેસેલા નજરે પડે છે જોકે મોદી ના માથા ઉપર એક પાઘડી છે અને બીજા હાથમાં એક માઇક જોવા મળી રહ્યું છે અર્થાત કે નરેન્દ્ર મોદી તેમની ભાઈઓ-બહેનોની ભાષણ વાળી સ્થિતિમાં દેખાઈ રહ્યા છે.

ત્યારે આપને જણાવી દઇએ કે આ કાર્ટૂન ઓસ્ટ્રેલિયાના અખબાર ઓસ્ટ્રેલિયન ફાયનાન્સિયલ  રિવ્યૂનું છે. આ કાર્ટૂન કાર્ટૂનિસ્ટ ડેવિડ રોવે એ તૈયાર કર્યું છે. આ કાર્ટૂન દ્વારા ઓસ્ટ્રેલિયાના અખબારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢી છે. કાર્ટૂન દ્વારા એવું દેખાડવાનો પ્રયાસ થયો છે કે ભારત દેશ જે હાથીની માફક વિશાળ છે. તે મૃતપ્રાયની સ્થિતિમાં જમીન પર પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની પીઠ પર સિંહાસનની માફક લાલ ગાદીવાળા આસન પર બેઠા છે. તેમના માથા પર પાઘડી અને એક હાથમાં માઈક છે. તેઓ ભાષણવાળી પોઝિશનમાં છે. આ કાર્ટૂન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.