ભાજપનાં આ મહિલા નેતા આજકાલ છે ચર્ચામાં : કારણ જાણી દંગ રહી જશો

ભાજપનાં આ મહિલા નેતા આજકાલ છે ચર્ચામાં : કારણ જાણી દંગ રહી જશો

મો.ન્યુ.ફો.નેટવર્ક : વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અંકિતા પરમારની વરણી કરાઈ છે. જેઓ સોશ્યલ મીડિયા પ્લેફોર્મ પર ખૂબ સક્રિય છે. જેમને ઈન્સ્ટાગ્રામ પર 7.22 લાખ ફોલોઅર્સ છે.

https://instagram.com/ankitaparmar___?igshid=MzRlODBiNWFlZA==

તેમનો રાજકીય ઈતિહાસ તપાસીએ તો તેઓ અઢી વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. તેઓ વડોદરા પાસે આવેલી પોર ગામ બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને સભ્ય તરીકે ચૂંટાયા હતાં. પાપ્ત વિગતો મુજબ તેમણે બી. કોમ સુધીનો અભ્યાસ કરેલો છે. 

અંકિતા પરમારની રિલ્સ ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવે છે. જેમની જુદી જુદી સ્ટાઈલની રિલ્સ ચાહકોના દીલ જીતી લે છે. જેમાં તેઓ હિન્દી, ગુજરાતી ગીત પર વધુ રિલ્સ બનાવે છે. જો કે, ક્યારે તેઓ જીમમાં પણ રિલ્સ બનાવે છે. અંકિતા પરમારના પતિ કોલેજમાં ફરજ બજાવે છે તેમજ તેમના સસરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપી ચુક્યા છે.