સી.આર.પાટીલને બુટલેગર કહેનાર AAP ના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ 7 પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ ? જાણો સમગ્ર મામલો

સી.આર.પાટીલને બુટલેગર કહેનાર AAP ના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ 7 પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ ? જાણો સમગ્ર મામલો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગત 18 મેં 2020ના દિવસે સોશિયલ મીડિયામાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની એક પોસ્ટ ઉપર સોશિયલ મીડિયા યુઝર્સ ઉમેશ મારડિયા હિન્દુ પ્રજાપતિએ કોમેન્ટ લખી હતી જેમાં તેણે લખ્યું હતું કે " ગોપાલભાઈ, મેળ પડે તો એક બ્લેન્ડર મળી જાય તેવું કરો, નવસારી જલાલપુરમાં પાણીની સગવડ છે અને હા બે મિત્રો પણ મારી સાથે બેસવા વાળાને બ્લેન્ડર હોય તો પણ ચાલશે " દારૂની વિવિધ બ્રાન્ડસ અંગે લખ્યું હતું. જેના જવાબમાં ગોપાલ ઇટાલીયાએ વિવાદાસ્પદ કોમેન્ટ લખી હતી. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખનો નામ લઈને લખ્યું કે માજી બુટલેગર અને હાલના નવસારીના સાંસદ સી.આર.પાટીલ નો સંપર્ક કરો મેળ પડી જશે"

કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ ?

અડાજણમાં પિયુષ કોરિયા
અમરોલીમાં કલ્પેશ દેવાણી
કતારગામમાં કેતન કલથીયા
કાપોદ્રામાં વિપુલ સોરઠીયા
સરથાણામાં દિનેશ દેસાઈ
પુણામાં દિનેશભાઇ ગોહિલ
કામરેજમાં યોગેશ પટેલ

ગોપાલ ઇટાલીયા ના આ નિવેદનથી ભાજપના કાર્યકરોમાં ભારે રોષની લાગણી જન્મી હતી જેથી સોશિયલ મીડિયામાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલને બુટલેગર કહેતા ગોપાલ ઇટાલીયા સામે 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.જોકે ભાજપના કાર્યકર્તાઓ એવું માને છે કે સી.આર.પાટીલ ને બુટલેગર કહેતા તેમની માનહાનિ થઈ રહી છે. સી.આર.પાટીલ વિરુદ્ધ બુટલેગરના કોઈ પણ પુરાવા ન હોવા છતાં આ પ્રકારની તેમને પ્રતિષ્ઠાને ઝાંખી કરવા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી ગોપાલ ઇટાલીયા સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરીને શિક્ષાત્મક પગલાની માગ કરી છે.