ઊંઝા : APMC ચેરમેન દિનેશ પટેલ બન્યા સાચા અર્થમાં લોકસેવક : જાણીને કરશો પ્રસંશા

ઊંઝા : APMC ચેરમેન દિનેશ પટેલ બન્યા સાચા અર્થમાં લોકસેવક : જાણીને કરશો પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સંપૂર્ણ તાલુકાની અકસ્માત વીમા યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યો છે જેમાં કોઈપણ વ્યક્તિ અકસ્માત ને લીધે મૃત્યુ પામે તો તેના પરિવારને એક લાખ રૂપિયાનો ચેક આર્થિક સહાય પેટે ચૂકવવામાં આવતી હોય છે. ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં તાલુકાના અનેક ગામડાઓમાં જુદા જુદા અકસ્માત ની ઘટનાઓમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારને લાખો રૂપિયાની સહાય અત્યાર સુધીમાં ચૂકવવામાં આવી છે.

ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલના જણાવ્યા મુજબ,તા. ૨૪/૦૯/૨૦૨૨ ના રોજ ઊંઝાના વતની સ્વ. પટેલ અરવિંદભાઈ હરિભાઈનું આકસ્મિત માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલ જેમના પરિવારને આર્થિક સહાય રૂપે ઊંઝા APMC દ્વારા રૂ. ૧૦૦૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો.

આ ઉપરાંત તા. ૨૫/૧૦/૨૦૨૨ ના રોજ વરવાડાના વતની સ્વ. જ્યોત્સનાબેન મનુભાઈ પરમારનું આકસ્મિત માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલ જેમના પરિવારને આર્થિક સહાય રૂપે ઊંઝા APMC દ્વારા રૂ. ૧૦૦૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો.

તો વળી 12-10-22 ના રોજ પળી ના વતની દેવીપૂજક સ્વ.ટીનાભાઈ છગનભાઇ નું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના પરિવારને પણ રૂપિયા એક લાખનો ચેક એપીએમસી દ્વારા અર્પણ કરાયો હતો.