ઊંઝા : પાલિકા પ્રમુખ મુદ્દે ભાજપમાં ભડકો ? કોણે આપ્યું ના' રાજીનામું ?

ઊંઝા : પાલિકા પ્રમુખ મુદ્દે ભાજપમાં ભડકો ? કોણે આપ્યું ના' રાજીનામું ?

નગરપાલિકામાં પ્રમુખ પદ માટે ધમાસણપ્ર

પ્રમુખ પદની પસંદગી ને લઈને ભાજપમાં ધમાસણ

ભાજપના 5 નગર સેવક ભૂગર્ભમાં ઉતરી ગયા ?

ઊંઝા ભાજપમાં જૂથવાદ હાલ ચરમસીમાએ

નગર સેવકે સ્વમાન ઘવાતા ધરી દીધું ના 'રાજીનામું

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ પદને લઈને ભાજપના નગર સેવકોમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. ભાજપ આગામી અઢી વર્ષ પોતાની સત્તા ટકાવી રાખવા માટે હવાતિયા આ મારી રહ્યું છે. ત્યારે નગરપાલિકાના ભાજપના નગરસેવકોને હાલમાં અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોકે 6 નગર સેવકો હાલમાં ભાજપથી નારાજ હોવાનું મનાય છે. ત્યારે ભાજપ આ નગરસેવકોને મનાવવા માટે સામ-દામ, દંડ ની નીતિ અખત્યાર કરી રહ્યું છે.

જો આગામી અઢી વર્ષ માટે ભાજપે નગરપાલિકામાં સત્તા ગુમાવવાનો વારો આવે તો ધારાસભ્ય સહિત અનેક દિગજજ નેતાઓના નાક કપાય તેવી સ્થિતિનું સર્જન થયું છે. ત્યારે આ નારાજ નગર સેવકોને મનાવવા માટે ભાજપે જુદા જુદા પ્રયોગો અખત્યાર કરવાના શરૂ કર્યા છે જેને લઈને એક નગર સેવકે કંટાળીને ના'રાજીનામું ધરી દીધું હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.

જે ધારાસભ્યને શહેરની સલામતી માટે સૌથી મહત્વના ગણાતા પોલીસ સ્ટેશનમાં કાયમી પોલીસ ઇન્સ્પેક્ટર ની નિમણૂક કરવા માં જેટલો રસ નથી એથી વિશેષ રસ પોતાનો હોદ્દો અને પોતાની પ્રતિષ્ઠા ને ટકાવી રાખવામાં છે ત્યારે ભાજપના જ એક નગર સેવક દ્વારા ખોટી કનડગતને લઈને રાજીનામું ધરી દીધુ હોવાનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. જોકે આ નારાજ નગરસેવકના ના'રાજીનામા  ને લઈને રાજકારણ જબરદસ્ત ગરમાયું છે.