ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની કાર્ય પદ્ધતિમાં પરિવર્તન કરવામાં આવ્યું

ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની કાર્ય પદ્ધતિમાં પરિવર્તન કરવામાં આવ્યું

ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની કાર્ય પદ્ધતિમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કાર્ય પદ્ધતિમાં પરિવર્તન લાવવામાં આવ્યું છે. ત્યારે ધો. 10 અને 12 નાં સામાન્ય પ્રવાહમાં હવે ઉમેદવાર પરીક્ષા આપી શકશે.

ચાલુ વર્ષે ઉમેદવાર ખાનગી ઓપન સ્કૂલ મારફતે પરીક્ષા આપી શકશે. તેમજ માધ્યમિક વિભાગમાં 9 અને 10 તથા ઉચ્ચતર માધ્યમિકમાં ધો. 11 અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થી તરીકે રજીસ્ટ્રેશન કરી શકાશે.
દરેક તાલુકામાં એક માધ્યમિક શાળાને સ્ટડી સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે
ક્યારે શાળામાં નથી ગયા અથવા અધવચ્ચેથી શાળા છોડી દીધી છે તેવા વિદ્યાર્થીઓને પણ લાભ મળશે. ઓપન સ્કૂલમાં કોઈ રજીસ્ટ્રેશન ફી લેવામાં આવશે નહી. તેમજ દરેક તાલુકામાં એક માધ્યમિક શાળાને સ્ટડી સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે. આવા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા પણ નિયમિત વિદ્યાર્થીઓની સાથે લેવાશે.