ઊંઝા : હોર્ડીગ્સ મુદ્દે અગાઉની બોડી પર આરોપ મૂકનાર વર્તમાન પ્રમુખ એવા તત્કાલીન નગરસેવકો તે સમયે કેમ ચૂપ હતા ? શુ માત્ર પ્રસિદ્ધિમાં જ રસ છે ?

ઊંઝા : હોર્ડીગ્સ મુદ્દે અગાઉની બોડી પર આરોપ મૂકનાર વર્તમાન પ્રમુખ એવા તત્કાલીન નગરસેવકો તે સમયે કેમ ચૂપ હતા ? શુ માત્ર પ્રસિદ્ધિમાં જ રસ છે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) :  ઊંઝા નગર પાલીકામાં હાલમાં  અલ્પમતિ વાળી ભાજપનું શાસન છે. જોકે જ્યાર થી ઊંઝા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી નગરપાલિકા વિવાદોના વમળમાં ઘેરાઈ છે. અત્રે નોંધનીય છે કે હાલમાં ઊઝા નગરપાલિકામાં હોર્ડિંગ્સ નો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં નગરપાલિકા દ્વારા માત્ર સત્તાધીશોની પ્રસિદ્ધિના હોર્ડિંગ્સ લગાવીને પાલિકાને આર્થિક રીતે નુકશાન પહોંચાડી રહ્યું છે.

ઊંઝા નગરપાલિકાના અપક્ષના નગરસેવક ભાવેશ પટેલ દ્વારા આ મામલે રજૂઆત  કરાઈ હોવા છતાં ઊંઝા નગરપાલિકાના સત્તાધીશો લાજવાને બદલે ગાજે રહ્યા છે. જોકે હાલ માં ઉંઝા નગરપાલિકા દેવાદાર છે, છતાં પણ હોર્ડિંગ્સ ના અગાઉના પાંચ વર્ષના લેણા બાકી હોવાનું માત્ર પાલિકાના સત્તાધીશો રટણ કરી રહ્યા છે.

ત્યારે મહત્વની બાબત તો એ છે કે અગાઉના પાંચ વર્ષના નગરપાલિકાના શાસનમાં પણ હાલમાં જે નગરપાલિકાના પ્રમુખ છે તે નગર સેવક તરીકે રહી ચૂક્યા છે. તો જે તે સમયે અગાઉની બોડી દ્વારા હોર્ડીગ્સ ની રકમ નગરપાલિકામાં જમા ન કરી તો તે વખતે હાલના પાલિકા પ્રમુખ અને તત્કાલીન નગરસેવકે શા માટે કોઈપણ પ્રકારનો વાંધો ઉઠાવ્યો ન હતો ?જોકે સત્તાધારી પક્ષના હાલના કેટલાક નગર સેવકો પણ અગાઉની ન.પા.ની બોડીમાં પણ નગર સેવક તરીકે રહી ચૂકયા છે. ત્યારે આ લોકો શા માટે મૌન હતા ? શું માત્ર પોતાની પ્રસિદ્ધિ માં જ આવા નગરસેવકોને રસ છે ?

અપક્ષ નગરસેવક ભાવેશ પટેલના આક્ષેપો મુજબ, હાલની ભાજપ શાસિત નગરપાલિકાની બોડી એ માત્ર 60 જેટલા દિવસમાં ઊંઝા નગરપાલિકા ને અંદાજે ₹ 2.50 લાખ નો ચૂનો લગાડ્યો છે. તો વળી હાલની ભાજપ શાસિત નગર પાલિકાની બોડીના પ્રમુખ સહિત કેટલાક નગર સેવકો કે જેઓ અગાઉની 5 વર્ષની બોડી વખતે નગરસેવક હતા તો તે સમયે શા માટે ચૂપ હતા ? ત્યારે પારદર્શક વહીવટનું સૂત્ર આપનાર ભાજપ સરકારની આ ઊંઝા ભાજપ શાસિત ન.પા. હોર્ડીગ્સ કૌભાંડ મુદ્દે ચૂપ કેમ છે ?