વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ જાહેરઃ 25 દેશો બનશે પાર્ટનર

વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ જાહેરઃ 25 દેશો બનશે પાર્ટનર

Mnf network: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર અગ્રિમ સ્થાન અપાવવા 2003થી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી સમિટ આગામી 10થી 12 જાન્યુઆરી 2024માં યોજાશે. PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કરાવશે. 

 નવા વેરિયંટથી વાયબ્રન્ટ સમિટને અસર નહીં થાય. કોરોનાના નવા વેરિયંટથી સતર્ક રહેવું જરૂરી છે. કોરોનાનો નવો વેરિયંટ માઇલ્ડ પ્રકારનો છે, ચિંતાજનક નથી. રાજ્યમાં છેલ્લા છ મહિનામાં દર મહિને 20 જેટલા કેસ મળ્યા છે. તેમણે કહ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટમાં 25 દેશ જોડાશે. 72 દેશમાંથી 75,000 ડેલિગેટ સામેલ થશે. સરકારે 11 દેશમાં રોડ-શો કર્યા છે. વાઇબ્રન્ટ સમિટમાં 25 દેશ પાર્ટનર તરીકે જોડાશેઆ ઉપરાંત તેમણે કહ્યું MOU પ્લસની નીતિ લાવ્યા છીએ. રૂ. 1.56 લાખ કરોડના આજે 147 MOU થયા છે. કુલ 2747 MOUમાં 3.37 લાખ કરોડના MOU થયા છે. 12 લાખથી પણ વધુને રોજગારી મળે તેવા MOU થયા છે. ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. ક્વિઝમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. તાલુકા અને જિલ્લા લેવલે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા, કોલેજ અને અન્ય નાગરિકો ક્વિઝમાં ભાગ લઈ શકશે. ક્વિઝ સરકાર સાથે જોડાવવાનું શ્રેષ્ઠ માધ્યમ બનશે.