સલામ ગુજરાત પોલીસ : સુરત અને અમદાવાદની પોલીસના આ માનવતા ભર્યા કાર્ય વિશે જાણીને તમે પ્રશંસા કર્યા વિના નહીં રોકી શકો, જાણો-શુ છે સમગ્ર ઘટના

સલામ ગુજરાત પોલીસ : સુરત અને અમદાવાદની પોલીસના આ માનવતા ભર્યા કાર્ય વિશે જાણીને તમે પ્રશંસા કર્યા વિના નહીં રોકી શકો, જાણો-શુ છે સમગ્ર ઘટના

સુરત કતારગામ ના પીઆઇ અને કોન્સ્ટેબલે માનવતા મહેકાવી.

સુરતમાં 9:00 વાગ્યાથી સવારના 6વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે .ત્યારે આ કર્ફ્યૂ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરી રહેલા સુરત કતારગામ ના પીઆઇ અને કોન્સ્ટેબલે માનવતા નું કાર્ય કર્યું હતું. જેમાં તેમણે કર્ફ્યૂ દરમિયાન બે મજૂરોને જમવાના પૈસા આપી તેમના પેટનો ખાડો પૂરી માનવતા નું કાર્ય કર્યું હતું .અત્રે નોંધનીય છે કે પોલીસની પૂછપરછમાં આ બંને મજદૂરો પાસે પૈસા ન હોય તેઓ ભૂખ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું . ત્યારબાદ પી આઈ અને કોન્સ્ટેબલ દ્વારા આ મજૂરોને જમવા માટેના પૈસા આપવામાં આવ્યા હતા . પોલીસના માનવતા ભર્યા કાર્યને જોઈને  મજદૂરોની લાગણીઓ આંસુ  રૂપે ઉભરી આવી હતી.

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતમાં માસ્ક નહીં પહેરનારને રૂપિયા એક હજારનો દંડ કરવામાં આવે છે, જેની સામે લોકોને રોષ છે કે ગુજરાતમાં બહુ મોટો દંડ લેવામાં આવે છે. એમાંય ખાસ કરીને સુરત જેવા મહાનગરોમાં પોલીસ દ્વારા તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આમ જનતા અને વેપારીઓ પાસેથી મનફાવે તેમ માસ્કના નામે દંડ કરવામાં આવી રહ્યો છે .જેથી લોકોમાં પોલીસ પ્રત્યે પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદની પોલીસે એક એવો નવતર પ્રયોગ કર્યો કે જેથી લોકોમાં પોલીસ પ્રત્યે મિત્રતા અને સહાનુભૂતિની લાગણી જન્મી હતી.

આજે રવિવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે સરકારને દંડની રકમમાં રસ નથી, પણ લોકોનો જીવ બચે તેની ચિંતા છે. જયાં સુધી એક હજારના દંડની રકમ છે તે ગુજરાત હાઈકોર્ટના આદેશથી લેવામાં આવે છે, આ દરમિયાન અમદાવાદ સેકટર 2ના જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમારે એક નવતર પ્રયોગ કર્યો હતો. પરમારે તેમના તાબાના 22 પોલીસ ઈન્સપેકટરને બોલાવી આદેશ આપ્યો હતો કે હાલ પુરતો માસ્ક નહીં પહેરનારને દંડ કરવાને બદલે તેમને મફત માસ્ક આપી તેમને માસ્ક પહેરવાની ફરજ પાડવામાં આવે.

રવિવારે સાંજે સેકટર 2ના પોલીસ ઈન્સપેકટર્સ પોતાના વિસ્તારમાં રસ્તા અને જાહેર સ્થળે આવી પહોંચતા લોકો ડરી ગયા હતા, પરંતુ પોલીસે વિવિધ સ્થળે માસ્ક વગર બહાર નિકળેલા લોકોને મફત માસ્ક આપી માસ્ક પહેરાવ્યા હતા. જેસીપી ગૌતમ પરમારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેમના વિસ્તારમાં આશરે પંદર હજાર લોકોને મફત માસ્ક આપી માસ્ક પહેરવાનું મહત્વ સમજાવ્યું હતું. હજી પણ ત્રણ દિવસ પોલીસ પોતાનો આ નવો અભિગમ ચાલુ રાખશે ત્યાર બાદ માસ્ક નહીં પહેરનાર સાથે આકરૂ વલણ અખત્યાર કરવામાં આવશે. ત્યારે સુરત સહિત અન્ય મહાનગરોની પોલીસ પણ અમદાવાદ પોલીસના આ કાર્ય માંથી  પ્રેરણા લેેશે કેમ એ જોવું રહ્યું !