સુરતમાં લાગ્યા પોસ્ટર : કોરોના કેસમાં વધારો કરવામાં પણ નંબર 1, ધનિકોને માફી,પ્રજાને દંડ

સુરતમાં લાગ્યા પોસ્ટર :  કોરોના કેસમાં વધારો કરવામાં પણ નંબર 1, ધનિકોને માફી,પ્રજાને દંડ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ગુજરાતમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં  છેલ્લા 15 દિવસમાં કોરોના બેકાબૂ બનતા 5370 વ્યક્તિને ભરડામાં લીધા છે. જેમાં 24 વ્યક્તિના  મોત થયા છે. સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા શનિવારે કોરોનાગ્રસ્ત થયા હતા. સાથે સુરત ભાજપના બીજા 4 કોર્પોરેટર પણ પોઝિટિવ આવ્યા છે. 

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા શહેરના રાંદેરમાં કોરોનાને લઈ પોસ્ટર લાગ્યા છે. કોરોના કેસમાં વધારો કરવામાં નંબર 1 બનેગા સુરત એવા પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરમાં ચૂંટણીઓમાં જાહેર સભાઓ અને રેલીઓ કરવા બદલ આભાર એવા લખાણ લખાયા છે. ધનિકોને માફી અને પ્રજાને દંડ આ છે ગુજરાત મોડલ એવા સૂત્રો લખવામાં આવ્યા છે. પ્રજા પોકારે ત્રાહિમામ પરિવાર ચલાવવા કરવા દો કામ જેવા સૂત્રો લખી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમજ નેતાઓને ગોળ અને પ્રજા નો ખોળ કેમ જેવા સવાલો પૂછવામાં આવ્યા છે. જોકે, કોણે આ પોસ્ટર લગાવ્યા તે અંગે કોઈ પુષ્ટી થઈ નથી, પરંતુ પોસ્ટરે હાલ શહેરમાં ચર્ચા જગાવી છે.