જેઇઈની પરીક્ષા માટે ગુજરાત સહિત દેશના ૯ લાખ વિધાર્થીઓએ ફોર્મ ભર્યા

જેઇઈની પરીક્ષા માટે ગુજરાત સહિત દેશના ૯ લાખ વિધાર્થીઓએ ફોર્મ ભર્યા

Mnf network:  દેશની આઈ આઈ ટી અને એન આઈ ટી માં નોંધણી માટેની અરજીની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં લગભગ નવ લાખ વિધાર્થીઓએ જે ઇ ઇ મેઈન જાન્યુઆરી સત્ર માટે અરજી કરી છે.નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ આ વખતે સ્પષ્ટ્ર સૂચના જારી કરી છે કે જે વિધાર્થીઓએ એક કરતા વધુ વખત અરજી કરી છે તેમની અરજીઓ રદ કરવામાં આવશે.

ઘણા વિધાર્થીઓએ એક અરજી પૂર્ણ કરી નથી અને બીજી અરજી કરી છે. આવા વિધાર્થીઓની અરજી રદ કરવામાં આવશે.એજન્સીએ કહ્યું કે કોઈપણ પરીક્ષા કેન્દ્ર પર સહેજ પણ ગેરરીતિ નોંધાશે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોએ નિયમોનું પાલન કરવાનું રહેશે. ઉપરાંત, ઉમેદવારોએ આપેલી સૂચનાઓનું પણ પાલન કરવાનું રહેશે. જેઇઇ મેઇનના પ્રથમ તબક્કા માટે રજીસ્ટ્રેશન શુક્રવાર સુધી છે. જે ઇ ઇ મેઈન નું પરિણામ ૧૨ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.

 પરીક્ષા ૧૩ ભાષાઓમાં લેવામાં આવશે અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુમાં લેવાશે,પાછલા વર્ષની પેપર પેટર્નમાં જે ઇઈ માં ૨૦૨૩ પેપર ૧ માં બે વિભાગ હશે. વિભાગ બીમાં દરેક વિષય માટે ૨૦ (એમસીકયુ) હશે, યારે વિભાગ બીમાં દરેક વિષય માટે ૧૦ (સંખ્યાત્મક પ્રશ્નો) હશે, જેમાંથી ૫ પ્રશ્નોનો પ્રયાસ કરવામાં આવશે. મુખ્ય પેપર ૨ ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવશે. ભાગ એમાં ગણિતને લગતા ૨૦ એમ સી કયું અને ૧૦ સંખ્યાત્મક પ્રશ્નો હશે