અયોધ્યામાં ૧૦૦ કરોડના ખર્ચે બનશે કમળના આકારનો ફાઉન્ટન

અયોધ્યામાં ૧૦૦ કરોડના ખર્ચે બનશે કમળના આકારનો ફાઉન્ટન

Mnf net work : અયોધ્યામાં દેશનો સૌથી શાનદાર ફાઉન્ટન બનાવવામાં આવશે. લગભગ ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનારો આ ફાઉન્ટન કમળના ફૂલના આકારમાં હશે. આ ફાઉન્ટનમાંથી નીકળનારું પાણી ૫૦ મીટર ઊંચે સુધી જશે. આ ભવ્ય ફાઉન્ટન દેશમાં સાવ અલગ હશે

ઉત્તર પ્રદેશ સરકારે જમીન નક્કી કરી લીધી છે, પરંતુ દુનિયાની મોટી એજન્સીઓ અને કંપનીઓને સામેલ કરીને બીડિંગ પ્રોસેસ બાકી છે. 

અયોધ્યાના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ નીતીશ કુમાર અનુસાર આ ફાઉન્ટન સાવ અલગ હશે. મુખ્ય મંદિરથી એ દોઢ કિલોમીટરના અંતરે રહેશે. આ ભવ્ય ફાઉન્ટનની પ્રપોઝલ નક્કી કરવામાં આવી છે, પરંતુ હજી એ કાગળ પર છે અને એને જમીન પર સાકાર કરવાનું છે. 

નોંધપાત્ર છે કે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણની સાથે અયોધ્યાની આધ્યાત્મિક અને વ્યવસ્થિત છબિ બનાવવા માટે જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે. જેના માટે અનેક મેગા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. 

અયોધ્યાના ૧૪ કોસી પરિક્રમા માર્ગના કિનારે ગુપ્તાર ઘાટથી નવા ઘાટની વચ્ચે એક ફાઉન્ટન પાર્ક બનાવવાની યોજના છે. આ સ્થાન સરયુ નદીની એકદમ નજીક છે. કમળના આકારના આ પાર્કના ફાઉન્ટનમાંથી નીકળતા પાણીને ફરી સરયુ નદીમાં વહાવવામાં આવશે.