બ્રેકિંગ: નાસા એ મંગળ પર ઓક્સિજન બનાવ્યો

બ્રેકિંગ: નાસા એ મંગળ પર ઓક્સિજન બનાવ્યો

Mnf network Breaking : નાસાએ વર્ષ ૨૦૨૧માં પર્સિવરેન્સ રોવરને મંગળ પર મોકલ્યું હતું. આ રોવરમાં મોકસી નામનું ઉપકરણ હતું, જેના દ્રારા નાસા ઓકિસજન ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. આ ઉપકરણ મંગળના વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઇડ લે છે અને તેમાંથી ઓકિસજન અલગ કરે છે.નાસાને એક મોટી સફળતા મળી છે. મંગળ પર નાસાના પર્સિવરેન્સ રોવરમાં સ્થાપિત માઇક્રોવેવ સાઈઝના ઉપકરણે કંઈક અનોખું કયુ છે

આ સફળતા એટલી મોટી છે કે યારે પ્રથમ અવકાશયાત્રી મંગળ પર ઉતરશે ત્યારે તેણે આ ઉપકરણનો આભાર માનવો પડશે. રોવરમાં સ્થાપિત આ ઉપકરણે મંગળ પર મનુષ્યને જીવતં રાખવા માટે ઓકિસજનને સૌથી મહત્વપૂર્ણ બનાવ્યું છે. આ સાધનનું નામ મોકસી છે. ૨૦૨૧ થી, તેણે ૧૨૨ ગ્રામ ઓકિસજનનું ઉત્પાદન કયુ છે, જે કોઈપણ અવકાશયાત્રીને ૩ કલાક ૪૦ મિનિટ સુધી જીવતં રાખી શકે છે

આ પ્રયોગની સફળતાનું મહત્વ ભવિષ્યમાં જાણી શકાશે.મંગળ પર મોકલવામાં આવેલા ઉપકરણોને ભવિષ્યમાં વધુ સારી રીતે ડિઝાઇન કરી શકાય છે. જે અવકાશયાત્રીઓને મોટા પાયે ઓકિસજન સપ્લાય કરી શકે છે. અથવા તેના દ્રારા આપણે પૃથ્વી પર પાછા ફરવા માટે બળતણ બનાવી શકીએ છીએ. 

ઓકિસજન ૧૬ વખત કરવામાં આવ્યો છે

આ સાધન ખૂબ જ અધતન પ્રક્રિયા દ્રારા ઓકિસજન ઉત્પન્ન કરે છે. આમાં મંગળના વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઇડ લેવામાં આવે છે અને તેને ગરમ કરવામાં આવે છે. દરેક ઓકિસજન પરમાણુ પછી બીજી કેટલીક પ્રક્રિયાઓ દ્રારા અલગ કરવામાં આવે છે. સિસ્ટમ સતત ઓકિસજનની માત્રા અને તેની શુદ્ધતા પર નજર રાખે છે. નાસાના જણાવ્યા અનુસાર, શ્રે ક્ષમતામાં આ ઉપકરણ દર કલાકે ૧૨ ગ્રામ ઓકિસજન ઉત્પન્ન કરી શકે છે, જેની શુદ્ધતા ૯૮ ટકા હશે