Breaking: ભારતની પાક. સામે શાનદાર જીત : દેશમાં દિવાળી જેવો માહોલ

Breaking: ભારતની પાક. સામે શાનદાર જીત : દેશમાં દિવાળી જેવો માહોલ

ભારતનો પાકિસ્તાન 7 વિકેટે વિજય થતાં જ દેશભરમાં ઉજવણી શરૂ

ચાહકોએ રસ્તા પર આવી ફટાકડા ફોડી ઉજવી રહ્યા છે ભવ્યાતિભવ્ય જીત

મેચ નિહાળતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ ગૃહ મંત્રી હર્ષ સંઘવી, જય શાહ પણ સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા.

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : વર્લ્ડ કપ-2023 (World Cup 2023)માં ભારતની પાકિસ્તાન (India Vs Pakistan) સામે ભવ્ય જીત સાથે ધમાકેદાર આતશબાજી શરૂ થઈ ગઈ છે. તો ચાહકો રસ્તા પર આવીને પણ ભવ્યાતિભવ્ય ઉજવણી કરી રહ્યા છે. હાલ દેશભરમાં ભારતની ઉજવણી શરૂ થઈ ગઈ છે. આજની જીત સાથે જ ભારતે પાકિસ્તાન સામે સતત 8મી જીત નોંધાવી છે, તો આ વર્લ્ડકપમાં સતત ત્રીજી જીત સાથે ભારત ટોપ પર આવી ગયું છે.