Breaking: શિક્ષણ જગતમાં ખળભળાટ : બોર્ડે શિક્ષકોને ફટકાર્યો 24 લાખનો દંડ

Breaking: શિક્ષણ જગતમાં ખળભળાટ : બોર્ડે શિક્ષકોને ફટકાર્યો 24 લાખનો દંડ

શિક્ષકોને પ્રત્યેક ભૂલ દીઠ 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉત્તરવહીના મર્ક્સના સરવાળામાં કરી હતી ભૂલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર : ગુજરાતમાં ગત માર્ચ-૨૦૨૩ માં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં પેપર ચકાસણીમાં ભૂલ કરનાર શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે. ધો.10-12ની બોર્ડની પરીક્ષામાં પેપર ચકાસણીમાં ભૂલ કરનારા 3800 શિક્ષકોને 24 લાખનો દંડ ફટકારતા શિક્ષણ જગતમાં સોપો પડી ગયો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ સત્તાવાળાઓએ આ શિક્ષકોને ઉત્તરવહીમાં ભૂલ કરવા બદલ નોટિસ પણ ફટકારી છે.

માર્ચ 2023ની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા પછી રાજ્યના વિવિધ જિલ્લાઓના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધોરણ 10ની 60 લાખ ઉત્તરવહીઓની 20 હજાર જેટલા શિક્ષકોએ ચકાસણી કરી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની 30 લાખ ઉત્તરવહીની 15 હજાર જેટલા શિક્ષકોએ ચકાસણી કરી હતી. આ ઉપરાંત ધોરણ 12 સાયન્સની વાત કરીએ તો 5 હજાર જેટલા શિક્ષકોએ 5 લાખ ઉત્તરવહીની ચકાસણી કરી હતી.