સોમવારથી રાજકોટ જિલ્લામાં EVM નું નિદર્શન

સોમવારથી રાજકોટ જિલ્લામાં EVM નું નિદર્શન

Mnf network : ચૂંટણીપંચ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ માઈક્રોપ્લાનીંગ સાથે આરંભી દેવામાં આવી છે. જેમાં આગામી તા.5 જાન્યુના સુધારેલી મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરી દેવામાં આવનાર છે.તે પૂર્વ રાજકોટ શહેર-જિલ્લામાં આગામી તા.1 જાન્યુઆરીને સોમવારથી ઈ.વી.એમ.(વોટીંગ મશીન)ના નિર્દેશનનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલ છે

ઈ.વી.એમ.મશીન મશીન સાથેનો જિલ્લાના આઠેય વિધાન સભા મત વિસ્તારોમાં લગાતાર બે માસ સુધી એટલે કે ફેબ્રુઆરી-2024ના અંત સુધી જનજાગૃતિ માટે પરિભ્રમણ કરનાર છે.ઈ.વી.એમ.મશીન સાથે તો રથ વિધાનસભા વિસ્તારોમાં નિયત કરાયેલા રૂટ મુજબ પરિભ્રમણ કરશે.

કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લાની આઠેય વિધાનસભા વિસ્તારો માટે ઈ.વી.એમ.વી.વી.પેટ અને સી.યુ.ની સોંપણી આજે ઈ.વી.એમ.વેરહાઉસ માંથી મામલતદારોને કરી દેવામાં આવી છે.

ઈ.વી.એમ.ના નિર્દેશન બાદ કર્મચારીઓને ચૂંટણી તાલીમ આપી સંજ્જ કરી દેવામાં આવશે નિર્દેશન માટે સોંપણી કરાયેલા ઈ.વી.એમ.મશીન જિલ્લાની મામલતદાર કચેરી ખાતે રખાશે લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે મતદાતા જાગૃતિના કાર્યક્રમો પણ ચૂંટણી દ્વારા આયોજિત કરવા માટે કાર્યક્રમ ઘડવામાં આવી રહ્યા છે..