શાળા-કોલેજો જાન્યુઆરી માસમાં શરૂ કરવાને લઈ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યો સૌથી મોટો ખુલાસો

શાળા-કોલેજો જાન્યુઆરી માસમાં શરૂ થશે કે નહીં ?

શાળા-કોલેજો જાન્યુઆરી માસમાં શરૂ કરવાને લઈ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યો સૌથી મોટો ખુલાસો

સવાલોનું શુ હશે સમાધાન ?

શુ ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ કરીને જ બોર્ડની પરીક્ષા આપવી પડશે ? 

ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીનું મહત્વનું વર્ષ પણ ઓનલાઈન શિક્ષણના સહારે જ નક્કી થશે ?

શુ ધો.1 થી 9 અને ધો.11 માં અગાઉની જેમ માસ પ્રમોશન અપાશે ? 

શુ નવા શૈક્ષણિક સત્રથી જ શાળા-કોલેજો શરૂ કરવાની નોબત આવશે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ચાલુ શૈક્ષણિક સત્રને માત્ર હવે ત્રણ થી ચાર માસ જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે જાન્યુઆરી માં શાળા-કોલેજો ફરી ધમધમતી કરી દેવાના અહેવાલો મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચાવા લાગ્યા હતા ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે હાલમાં કોરોના ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જાન્યુઆરીમાં શાળા કોલેજો શરૂ કરવાનો સરકારે કોઈ નિર્ણય લીધો નથી.

 અત્રે નોંધનીય છે કે ધોરણ-10 અને ધોરણ-12 ની બોર્ડની પરીક્ષાઓ સામાન્ય રીતે માર્ચ મહિનામાં યોજાતી હોય છે. પરંતુ કોરોનાની મહામારી ને કારણે આ વર્ષે આ પરીક્ષાઓ એપ્રિલ મેં વચ્ચે યોજાઈ શકે છે. પરંતુ શાળા-કોલેજો શરૂ કરવાનો સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી ત્યારે આગામી સમયમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકાર તેનો નિર્ણય જાહેર કરી શકે છે.

બીજી બાજુ મીડિયામાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે કદાચ સરકાર શાળા કોલેજો શરૂ નવા સત્રથી પણ કરી શકે છે. તો ધોરણ 1 થી 9 અને 11 ને અગાઉની જેમ માસ પ્રમોશન આપવામાં આવી શકે છે. પરંતુ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વાતનું ખંડન કરતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો પણ સરકારે કોઈ નિર્ણય લીધો નથી.ત્યારે હવે જોવું એ રહ્યું કે શાળા-કોલેજો ક્યારે શરૂ થશે ? વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ કરીને જ ધોરણ-10 અને ધોરણ-12 ની પરીક્ષા આપવી પડશે ?