એસ્સાર ગ્રુપ ગુજરાતમાં ઊર્જા, પોર્ટ પ્રોજેક્ટોમાં રૂ.55,000 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે

એસ્સાર ગ્રુપ ગુજરાતમાં ઊર્જા, પોર્ટ પ્રોજેક્ટોમાં રૂ.55,000 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે

Mnf network: એનર્જી, શિપિંગ સહિતના ક્ષેત્રોમાં બિઝનેસ કરતી ભારતની મલ્ટીનેશનલ કંપની, એસ્સાર ગ્રુપ ગુજરાતમાં એનર્જી ટ્રાન્ઝિશન, ઊર્જા અને બંદર યોજનાઓમાં રૂ. 55,000 કરોડનું મૂડીરોકાણ કરવાની છે. આ માટે કંપનીએ ગુજરાત સરકાર સાથે સમજૂતીઓ પર સહીસિક્કા કર્યા છે. કંપની આ ઈન્વેસ્ટમેન્ટ અંતર્ગત સલાયા પાવર પ્લાન્ટનું વિસ્તરણ કરશે, સલાયા પોર્ટનું લોજિસ્ટિક હબમાં રૂપાંતરિત કરશે, 1 ગીગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટની સ્થાપના કરશે.

આ સાથે કંપની ગુજરાતમાં નોકરીઓની 10,000 તક ઊભી કરવા ધારે છે. સલાયા પાવર પ્લાન્ટમાં તે અધિક રૂ. 16,000 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરવાની છે.

એસ્સાર ગ્રુપે ગુજરાતમાં ઊર્જા, ધાતુ અને ખાણકામ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં છેલ્લા ચાર દાયકા દરમિયાન રૂ. 1 લાખ કરોડથી વધુનું મૂડીરોકાણ કર્યું છે.