Exclusive : સુરતમાં કોરોનાની બીજી વેવ માં કોવિડ કેર આઇસોલેશન સેન્ટરો બન્યા આશીર્વાદ રૂપ

Exclusive : સુરતમાં કોરોનાની બીજી વેવ માં કોવિડ કેર આઇસોલેશન સેન્ટરો બન્યા આશીર્વાદ રૂપ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : કોરોના ના બીજા vivo માં કોરોના ગ્રસ્ત દર્દીઓ માં ખાસ કરીને ઓક્સિજન નું લેવલ નીચે જતું જોવા મળ્યું હતું જેને પરિણામે દર્દીઓની હાલત ખુબ જ ક્રિટીકલ બનતી હતી બીજી બાજુ હોસ્પિટલોમાં ક્યાંક નો અભાવ હતો જેને પરિણામે કોરોના ગ્રસ્ત દર્દી ઓને તાત્કાલિક સારવાર મળી રહેતી ન હતી. ત્યારે દર્દીઓની કફોડી હાલત જોઈને સુરતની રાજકીય, સામાજિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ આગળ આવી અને સુરતમાં covid કેર isolation સેન્ટરો શરૂ કરવામાં આવ્યા.

જોકે સુરતમાં સૌપ્રથમ આમ આદમી પાર્ટીના નગર સેવકો દ્વારા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી isolation સેન્ટરો શરૂ કરાયા હતા. ત્યારબાદ અન્ય સામાજિક, ધાર્મિક, સેવાકીય સંસ્થાઓ તેમજ રાજકીય સંસ્થાઓએ પણ isolation સેન્ટરો શરૂ કર્યા. જેમાં દર્દીઓને ચા નાસ્તો, જમવા ઉપરાંત ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી. પરિણામે અનેક કોરોના ગ્રસ્ત દર્દીઓ ને સમયસર સારવાર મળી રહેતા તેમના જીવમાં જીવ આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે આ કોવિડ કેર isolation સેન્ટરોમાં સુરત મહાનગરપાલિકાનું પણ મોટું યોગદાન રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ સુરતમાં ૩૦ થી વધુ કોવિડ કમ્યુનિટી આઈસોલેશન સેન્ટરો કાર્યરત છે. 1500 બેડ સાથે કાર્યરત સેન્ટરોમાં કોરોનાના પીક સમયે 950 થી વધુ બેડ ફુલ થઈ ગયા હતા. જ્યારે હાલની પરિસ્થિતિમાં 549 ઓક્સિજન બેડ ખાલી છે.જેમાંથી 20 થી વધુ ઓક્સિજન બેડની સુવિધાઓવાળા સેન્ટર છે.

મહત્વની વાત એ છે કે આ આઈસોલેશન સેન્ટરોનો ડેથ રેશિયો ઝીરો છે. અને રિકવરી રેટ 100% છે. કારણ કે ક્રિટિકલ દર્દીઓને સમયસર સિવિલ, સ્મીમેર કે અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ દરેક સેન્ટરો મળીને આશરે ૩૦૦૦ લોકો સારવાર લઈ ચુક્યા છે. હાલ આ દરેક આઈસોલેશન સેન્ટર મળીને 1500 જેટલા બેડ માંથી 954 બેડ રૂમ એરના તેમજ 549 ઓક્સિજન બેડ ખાલી છે. ઓક્સિજન બેડની જો વાત કરવામાં આવે તો 47% ઓક્સિજન બેડ ઓક્યુપાઈડ છે, જ્યારે બાકીના અવેલેબલ છે.