વિધાનસભાના દ્વારે થી : ગૃહમાં ભાજપની આબરૂના લીરા ઉડ્યા : મંત્રીને જવાબ આપતા ના આવડ્યું

વિધાનસભાના દ્વારે થી : ગૃહમાં ભાજપની આબરૂના લીરા ઉડ્યા : મંત્રીને જવાબ આપતા ના આવડ્યું

મો.ન્યુ.ફો.નેટવર્ક : સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હોવા છતાં ગૃહમાં સવાલોના જવાબ કેવી રીતે આપવા એ જો વિધાનસભા અધ્યક્ષે શીખવાડવું પડે તો આનાથી મોટી શરમજનક વાત કઈ હોઈ શકે.રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રી કુંવરજી હળપતિને વિપક્ષના સભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ દેતા પણ ન આવડ્યું અને વિધાનસભા અધ્યક્ષે તેમને જવાબ આપતા શીખવાડવું પડ્યું. 

સોમનાથ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગૃહમાં સરકારને રાજ્યની ITI સરકારી અને પોતાના મકાનમાં ચાલતી હોવા અંગે પ્રશ્ન કર્યો હતો. આ સાથે તેમણે એ પણ પ્રશ્ન કર્યો હતો કે રાજ્યની કેટલી ITIમાં પ્રિન્સિપાલ નથી. 

જો કે મંત્રી કુંવરજી હળપતિએ પેટા પ્રશ્ન મૂળ પ્રશ્નને સુસંગત નથી તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને ટકોર કરી હતી કે એક મંત્રી તરીકે તેઓ આવી રીતે જવાબ ન આપી શકે. આપે એવો જવાબ આપવો જોઈએ કે હું રેકોર્ડ પર મૂકીને આપને પહોંચાડીશ, હાલ માહિતી ઉપલબ્ધ નથી.