શરમ કરો ! ભાજપના નેતાઓએ લોકાર્પણ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સને રોકી રાખી !

શરમ કરો ! ભાજપના નેતાઓએ લોકાર્પણ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સને રોકી રાખી !

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) : ભાજપના નેતાઓ કોરોના કાળમાં પણ પ્રસિદ્ધિ મેળવવાની એક પણ તક ચૂકતા નથી.સુરતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જીવન રક્ષક ગણાતા રેમ ડેસીવર ઇન્જેક્શનનું ભાજપના ખેસ પહેરી ભાજપ કાર્યાલયથી વિતરણ કર્યું હતું.જેને લઈ મોટો વિવાદ સર્જાયો અને મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. છતાં પણ જ્યાં તક મળે ત્યાં ભાજપના ખેસ પહેરી ફોટાઓ પડાવી વાહ-વાહી લૂંટવામાં ભાજપના નેતાઓ માહિર છે.

લોકોના ટેક્સમાંથી લોકો માટે જે આરોગ્યલક્ષી સુવિધાઓ ની ખરીદી કરવામાં આવી હોય એ સુવિધાઓ પણ જાણે ભાજપ દ્વારા આપવામાં આવતી હોય તેવો દેખાડો કરવાનો પ્રયત્ન ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં થયો હતો. જેમાં પ્રજાના ટેક્સમાંથી ખરીદવામાં આવેલી બે એમ્બ્યુલન્સ ICU On Wheels તથા પાંચ જેટલા વેન્ટિલેટરને લોકાર્પણ કરવા માટે આ અટકાવી રાખ્યા હતા.જેનું વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરાવ્યા બાાદ હોસ્પિટલને  અર્પણ કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ અને સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ ગયેલી રૂપાણી સરકારની અસ્તવ્યસ્ત કાર્યક્ષમ પ્રણાલીને કારણે લોકોને હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર ન મળવાને કારણે અથવા તો ક્યાંક એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચવાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે આવા સંજોગોમાં પ્રજાના ટેક્સમાંથી ખરીદાયેલા એમ્બ્યુલન્સ અને વેન્ટિલેટર તાત્કાલિક હોસ્પિટલને આપવાને બદલે પ્રસિદ્ધિ ભૂખ્યા નેતાઓએ ઉદ્ઘાટન કરવાની શી જરૂર હતી એવું પ્રશ્ન લોકમુખે ચર્ચાઇ રહ્યો છે.