સાળંગપુર શતામૃત મહોત્સવની ભવ્ય ઉજવણી: સાત દિવસમાં 50 લાખથી વધુ ભકતોએ ઉત્સવ માણ્યો

સાળંગપુર શતામૃત મહોત્સવની ભવ્ય ઉજવણી: સાત દિવસમાં 50 લાખથી વધુ ભકતોએ ઉત્સવ માણ્યો

Mnf network  :વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ગોપાળાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંતો દ્વારા 1100થી વધુ વીઘા જમીનમાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.મહોત્સવ દરમ્યાન 50 લાખથી વધુ હરિભકતો ઉમટી પડયા હતાં.

છેલ્લા છ મહિનાથી મંદિરના સંતો અને સ્વયંસેવકોની ટીમ દ્વારા શતામૃત મહોત્સવ માટે કામ કરવામાં આવી રહ્યું હતું. શતામૃત મહોત્સવના ગ્રાઉન્ડમાં પ્રદર્શન વાટિકા, દાદાનો દિવ્ય દરબાર - સભામંડપ, ગોપાળાનંદ સ્વામી મહાઅન્નક્ષેત્ર, 108 કુંડી મારુતિ યજ્ઞ,2500 ટેન્ટસીટી ઉતારા, અને અખંડ મંત્ર ધૂન, વિવિધ આરોગ્ય કેમ્પ, ચતુર્વેદ પારાયણ, હનુમાન ગાથા લાઈટ શો, હનુમાન જન્મોત્સવ, ફળફૂટોત્સવ, મહિલા મંચ વગેરેનું આયોજન કરાયું હતું.

શ્રીહનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શન: નાના નાના બાળકોથી લઇ મોટા વ્યક્તિઓને આનંદિત કરે એવું સ્થળ એટલે પ્રદર્શન. આ મહોત્સવમાં શ્રીહનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી હરિકૃષ્ણ સ્વામી (રાજકોટ ગુરુકુળ)ના માર્ગદર્શન હેઠળ 250થી વધુ સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ કરાયું હતું.

ગોપાળાનંદ સ્વામી મહાઅન્નક્ષેત્ર: શતામૃત મહોત્સવમાં લાખોની સંખ્યામાં દાદાના ભક્તો આવ્યા હતા. તે દરેક ભક્તો એકદમ નિ:શુલ્ક સારામાં સારી ગુણવત્તાવાળું ભોજન મળે તે માટે મહાઅન્નક્ષેત્ર બનાવવામાં આવ્યું હતું. 150 વીઘાથી વધુ વિસ્તારમાં મહોત્સવમાં આવેલા ભક્તોને જમવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.