અમેરિકામાં AIની મદદથી રોબોટ તૈયાર કરવામાં આવ્યો

અમેરિકામાં AIની મદદથી રોબોટ તૈયાર કરવામાં આવ્યો

Mnf net work :એઆઈ (આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ)થી લેખન, વિડીયો, બનાવવા જેવી અનેક વસ્તુઓ સરળ થઈ છે. એ સિવાય રોબોટને સંચાલીત કરવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમેરીકાનાં ઈલિનોયસમાં નોર્થ વેસ્ટર્ન યુનિવર્સીટીનાં સંશોધકોએ એઆઈથી એક રોબોટ બનાવ્યો છે. સંશોધકોએ જણાવ્યું છે કે આ કામ કરવા માટે તેમણે એક ખાસ પ્રોગ્રામ ડીઝાઈન કર્યો છે.

જેના દ્વારા તેમણે થ્રી-ડી પ્રિન્ટરથી રોબોટ તૈયાર કર્યો છે. સંશોધનનાં પ્રમુખ સેમ કીગમેને જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ નવી અને બિન પરંપરાગત ડિઝાઈન બનાવવાની ક્ષમતા રાખે છે.