11 શિક્ષકોના પગાર માંથી 2 લાખ રૂપિયા કાપવાનો ગુજરાતના શિક્ષણ વિભાગનો નિર્ણય : કારણ છે ચોંકાવનારું

11 શિક્ષકોના પગાર માંથી 2 લાખ રૂપિયા કાપવાનો ગુજરાતના શિક્ષણ વિભાગનો નિર્ણય : કારણ છે ચોંકાવનારું

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી કરી હતી. જેમાં ઘણાં હાલમાં ફરજ બજાવતા શિક્ષકોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. આવા શિક્ષકોએ ઉમેદવારી નોંધાવી ત્યારે તેમની પાસે સોગંદનામું લેવામાં આવ્યું હતું કે, ભરતી સમિતિ દ્વારા જે પણ શાળાની ફાળવણી કરવામાં આવશે ત્યાં તેઓ હાજર થશે. જોકે, આવા સોગંદનામા બાદ પણ કેટલાક શિક્ષકો શાળામાં હાજર થયા નહીં હોવાનું સામે આવતા વિભાગ દ્વારા તેમની સામે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

જેમાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હોય તેમની પાસે સોગંદનામું કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં ભરતી પ્રક્રિયામાં પસંદ થયેલા પ્રાથમિક શિક્ષકોએ શાળાઓ પસંદ કરી પરંતુ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં 11 શિક્ષકોએ શાળાની ફાળવણી પછી હાજર નહીં થતાં શિક્ષણ વિભાગે તેની ગંભીર નોંધ લઈ તેમના પગારમાંથી રૂપિયા 2 લાખની કપાત કરવાનો નિર્ણય કર્યો છે. દર મહિને તેમના પગારમાંથી રૂપિયા 5000ની કપાત થશે.