Gujarat Police: પોલીસ ખાતા માટે દિવાળી શુભ, 538 ASIને અપાઇ PSI તરીકે બઢતી

Gujarat Police: પોલીસ ખાતા માટે દિવાળી શુભ, 538 ASIને અપાઇ PSI તરીકે બઢતી

Mnf network:  ગુજરાતમાં પોલીસ ખાતાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ જાહેરાત થઇ છે કે, રાજ્યમાં 538 એએસઆઇને હંગામી પ્રમૉશન આપવામાં આવ્યુ છે, બઢતી પામેલા તમામ એએસઆઇને ગૃહ વિભાગે પીએસઆઇ તરીકે પ્રમૉટ કર્યા છે. રાજ્યના ગૃહ વિભાગે આજે દિવાળી ટાણે પોલીસ ખાતા માટે શુભ સમાચાર આપ્યા છે જે અંતર્ગત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની દિવાળી સુધારી છે, આ પછી રાજ્યમાં પોલીસ તંત્રમાં પીએસઆઇની ઘટ્ટ ઓછી થઇ શકે છે.

538 જેટલા જુનિયર કક્ષાના ASIને PSI તરીકે હંગામી બઢતી આપવામાં આવી છે. આ તમામ 538 એએસઆઇ લાંબા સમયથી પ્રમૉશનની રાહ જોઈ રહ્યાં હતા, હવે તેમને હંગામી બઢતી મળી છે.

ગુજરાત પોલીસમાં એક અલગ જ નામ અને કામ ધરાવતા બે ડીવાયએસપીને ગૃહ વિભાગે સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ તરીકે બઢતી આપી છે. ગૃહ વિભાગે ATS ના DySP કે. કે. પટેલ (DySP K K Patel) અને સુરત ક્રાઈમ બ્રાંચના ACP ભાવેશ રોજિયાને (ACP Bhavesh Rojiya) આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપ્યા છે. એક સાથે બબ્બે ડીવાયએસપીને એસપી તરીકેની બઢતી આપવામાં આવતા ગુજરાત પોલીસમાં (gujarat police) એક નવો ઈતિહાસ રચાયો છે. ગૃહ વિભાગે બંને અધિકારીઓને બઢતી આપવાની સાથે સાથે તેમની બદલી પણ કરી છે. ડીવાયએસપી કે. કે. પટેલને SP મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર ગાંધીધામ-કચ્છ તરીકે નિમણૂંક આપી છે.