Gujarat weather: ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કેટલી અસર થશે? હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat weather: ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કેટલી અસર થશે? હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Mnf network: ગુજરાતીઓ હાલ બેવડી ઋતુનો માર ખમી રહ્યા છે. વહેલી સવારે અને મોડી સાંજ બાદ ઠંડીનો ચમકારો હોય છે જ્યારે બપોરે ગરમીનો પ્રકોપ વર્તાતો હોય છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે 

 આ સાથે વાતાવરણ સુકૂં રહેશે તેવું પણ અનુમાન કર્યુ છે. આ સાથે અમદાવાદ હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરાનગર હવેલી તથા ગુજરાતના બાકી વિસ્તારોમાં હવામાન ડ્રાય રહેશે.

 આગામી પાંચ દિવસમાં ગુજરાતના કોઇપણ વિસ્તારમાં વરસાદની કોઇ સંભાવના નથી. રાજ્યમાં મોટાભાગે વાતાવરણ સુકૂં રહેવાની શક્યતા છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ હવામાન રહેવાની સંભાવના છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 32 થી 35 ડિગ્રી હવામાન રહેવાની સંભાવના છે. તો લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની શક્યતા નથી.