Breaking : સુરતના મેયર હેમાલી બોઘાવાલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ બાદ કેવી રીતે આવ્યો પોઝીટીવ ? જાણો- શુ છે હકીકત ?

Breaking : સુરતના મેયર હેમાલી બોઘાવાલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ બાદ કેવી રીતે આવ્યો પોઝીટીવ ? જાણો- શુ છે હકીકત ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સુરતમાં કોરોના નું સંક્રમણ દિનપ્રતિદિન ખૂબ જ વધી રહ્યું છે ત્યારે લોકોને સતત માસ્ક પહેરવા માટે સુરત ના પ્રથમ નાગરિક એવા મેયર હેમાલી બોઘાવાલા દ્વારા સતત અપીલ કરવામાં આવી હતી ત્યારે લોકોને કોરોના થી બચવા માટે માસ્ક પહેરવા ની અપીલ કરનાર સુરતના મેયર હેમાલી બોઘાવાલા ખુદ કોરોના પોઝિટિવ આવ્યા છે.

મેયર હેમાલી બોઘાવાલા એ મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સીટી સ્કેન માં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ આરટી પીસીઆરમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે હાલમાં તેઓ હોમકોરેન્ટાઈ થયા છે. જોકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને હાલ કોઈ શરદી-ખાંસી જેવા કોઈ લક્ષણો છે નહિ.

સુરત ના મેયર હેમાલી બોઘા વાળા જ્યારથી મેયર બન્યા ત્યારથી જ સતત વિવાદોમાં સપડાયેલા રહ્યા છે. જોકે મેયર બન્યા બાદ સુરત ની હદમાં ન આવતા વિસ્તારમાં જઇને તેમણે વાહનચાલકોને માસ્ક પહેરવા માટે રોફ જમાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ ગઈકાલે તેમણે ઉતાવળમાં આવીને એવી જાહેરાત કરી હતી કે સુરતમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી પોલીસ કે મનપાના અધિકારીઓ દંડ વસુલ થશે નહીં.. જોકે જાહેરાતના ૨૪ કલાકમાં જ પોલીસ કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે માસ્ક ન પહેરનાર પાસેથી દંડ લેવામાં આવશે.