દ્વાપર-ત્રેતા યુગમાં ધર્મને પ્રાધાન્ય અપાતું, આજે કળિયુગમાં ધર્મીઓની બોલબાલા : ભાઈજી

દ્વાપર-ત્રેતા યુગમાં ધર્મને પ્રાધાન્ય અપાતું, આજે કળિયુગમાં ધર્મીઓની બોલબાલા : ભાઈજી

Mnf network:  રમેશભાઈ ઓઝા ના વ્યાસાસને યોજાયેલ ભાગવત- રામાયણ ભેળ કથા હજારો સુરી શ્રોતાઓ માટે યાદગાર બની ગઈ, આ કથા ને સાર્વત્રિક વ્યાપક આવકાર મળ્યો છે. ગઈકાલે કથામાં વ્યાસપીઠેથી પૂજ્ય ભાઈશ્રીએ સત્સંગનું માનવ જીવનમાં મહત્વ સમજાવ્યું હતું, તુલસીદાસજી કહે છે કે, સત્સંગ જેવું કોઈ સુખ નથી, શુકદેવજી રાજા પરીક્ષિત ને કથા સંભળાવે છે, જીવન પરિવર્તન માટે આ કથા સત્સંગ પાંડવ કુળનો ઇતિહાસ બની જાય છે, સુખાંત દુ:ખાંત નો અંત છે, આ બધું અંતવંત છે. સુખના સમયમાં સાવધાન રહો, દુ:ખમાં મન ડગે નહીં, ડરો નહીં, દેહનો પણ અંત નિશ્ચિત છે. જીવનના અંતે જેવી તમારી મતી, તેવી તમારી ગતિ.

હરિકા ભજન કરો, હરિ હે હમારા - સુખ દુ:ખ મિટાવવા માટે હરિ ભજન જરૂૂરી છે. માનવીનું પૂર્ણ આયુષ્ય ભજન સમર્પિત થાય તો મોહની દુનિયામાંથી માનવી મુક્ત થાય. - શ્વાસ પણ જીવવા માટેનું યુદ્ધ છે, જીવવા માટેનો આજીવન સંઘર્ષ છે… ભગવાનનું શ્વાસે શ્વાસે સ્મરણ કરો. 12 માં સ્કંધમાં હરે રામ મહામંત્ર છે, એક મંત્રમાં સોળ નામ છે, દરરોજ 16 માળા કરો, ઇચ્છિત ફળ મળશે.

ભગવાન રામનું ચરિત્ર પ્રેરણાદાયી છે, તેનું યોગીત્વ, જીવન યાત્રા, ત્યાગ-તપસ્યા આ બધું પૂજા કરવા જેવું છે. રાજા રામનું ચરિત્ર-આદર્શ જીવન છે. માનવી બધા સત્કર્મો પ્રભુને સમર્પિત કરે, તેનું સુંદર ફળ મળે છે.- તમે કોઈપણ દેવની સેવા કરો, પણ તમારે રામજીની સેવા તો કરવી જ પડે, રામજીના દર્શન સેવા વિના જીવન શુદ્ધ થશે નહીં. ભગવાન કૃષ્ણની ભક્તિ કરે, તેને પણ રામજીની સેવા તો કરવી જ પડે.

શ્રીમદ ભાગવતમાં રામરાજ્યનું વર્ણન છે અને સીતા ના ત્યાગની વાતો છે. રામજી નું સ્વરૂૂપ અતિ સુંદર છે, આંખને આનંદ આપે છે. મનમોહન રામજીના સૌંદર્યનું વર્ણન કરતા વાણીને આનંદ થાય છે, એ વર્ણન સાંભળતા કાનને તૃપ્તિ થતી નથી, રામજી સદા સુંદર છે, સહજ સુંદર છે, રામજી વનમાં પધાર્યા ત્યારે કયા શૃંગાર હતો? વલકલ વસ્ત્ર પહેરતા… છતાં રાક્ષસી સુર્પણખાને ઈચ્છા થઈ કે શ્રીરામ મારા પતિ થાય.

ત્રિકાળ સંધ્યા સમાન શ્રેષ્ઠ સત્કર્મ બીજું એકેય નથી, સૂર્યનારાયણ બ્રાહ્મણોના ગુરુ છે, સંધ્યા ન કરે એને સૂર્યનારાયણ સાપ આપે છે. બ્રાહ્મણ ત્રણ દિવસ સંધ્યાહન રહે તો એ શુદ્ર છે. ત્રિકાળ સંધ્યાનો મહિમા મોટો છે. સંધ્યા સમાજ શ્રેષ્ઠ કર્મ બીજું એકેય નથી.

પ્રાત: સંધ્યાથી રાત્રિનું પાપ નષ્ટ થાય છે. મધ્યાહન ની સંધ્યા અન્નજળનો દોષ દૂર કરે છે, સાયં સંધ્યા દિવસનું પાપ નષ્ટ કરે છે. સંધ્યામાં સૂર્યનારાયણ નો જાપ કરતા કરતા જગદંબા ગાયત્રી નું ધ્યાન કરવાનું છે. સંધ્યામાં ગાયત્રી માતાને આવાહન કરવાનું છે કે, માં! તમે મારા હૃદયમાં પધારો, પાપથી મારું રક્ષણ કરો. સંધ્યામાં અધમર્ષણ કરવાનું હોય છે, ત્રિકાળ સંધ્યા કરનાર કદી મૂર્ખ રહેતો નથી, દરિદ્ર રહેતો નથી.