લોકશાહીના સ્તંભને મળ્યું સન્માન : ગુજરાતની આ નગર પાલિકાએ કોરોના વોરિયર્સ તરીકે એવા લોકોનું સન્માન કર્યું કે થવા લાગી ચર્ચા

લોકશાહીના સ્તંભને મળ્યું સન્માન : ગુજરાતની આ નગર પાલિકાએ કોરોના વોરિયર્સ તરીકે એવા લોકોનું સન્માન કર્યું કે થવા લાગી ચર્ચા

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  કોરોનાની મહામારીમાં અનેક કોરોના યોદ્ધાઓએ પોતાનું યથાશક્તિ યોગદાન આપ્યું છે. જેમાં સફાઈકર્મી થી લઈને પત્રકાર સુધીના તમામ કોરોના યોદ્ધાઓ એ પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના સતત જનસેવા ને જ શ્રેષ્ઠ ધર્મ માનીને પોતાના કાર્યક્ષેત્રમાં પ્રશંસનીય કાર્યો કર્યા છે. ત્યારે આવા કોરોના વોરિયર્સનું સન્માન થાય એ જરૂરી છે. જેની પહેલ ઊંઝા નગરપાલિકા અને એપીએમસી ના સંયુક્ત ઉપક્રમે કદાચ ગુજરાતમાં પ્રથમવાર થઇ હશે.

ઊંઝા એપીએમસીના હોલમાં નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કોરોના વોરિયર્સ નો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં સફાઇ કર્મીઓ, મેડિકલ સ્ટાફ સહિતના વિવિધ ક્ષેત્રના કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બધા વચ્ચે સૌથી નોંધપાત્ર બાબત એ રહી હતી કે કદાચ પ્રથમ વખત ગુજરાતમાં કોરોના વોરિયર્સ તરીકે પત્રકારોનું સન્માન કરવામાં ઊંઝા નગરપાલિકા અને એપીએમસી સૌથી અગ્રેસર રહ્યું હોઇ શકે છે.

કોરોનાની મહામારી દરમિયાન ઘટનાઓનું કવરેજ કરી લોકો સુધી સાચી માહિતી પહોંચાડનાર પત્રકારોનું ઊંઝા નગરપાલિકા અને એપીએમસી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ઊંઝાના સંદેશના પત્રકાર આશિષ પટેલ, દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ વિજય શુકલાજી, નવગુજરાત સમયના પત્રકાર વિનોદ સેનમા, રખેવળના પ્રતિનિધિ લલિત પરમાર, ન્યુઝ 18 ગુજરાતી ટીવી ચેનલના સંવાદદાતા કેતન પટેલ, સંદેશ ટીવી ચેનલના પત્રકાર ચંદ્રેશ જહા, સહિતના વિવિધ પ્રિન્ટ મીડિયા અને ટીવી ચેનલ મીડિયાના પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને મોમેન્ટો પણ અપાઈ હતી.