ગુજરાત સરકારે માસ્કના નામે ઉઘરાવેલી રકમનો આંકડો જાણી સુપ્રીમ કોર્ટ પણ ચોંકી ગઈ, લીધો ઉધડો

ગુજરાત સરકારે માસ્ક ના નામે 80 થી 90 કરોડ રૂપિયાનો દંડ ઉઘરાવ્યો. સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી

ગુજરાત સરકારે માસ્કના નામે ઉઘરાવેલી રકમનો  આંકડો જાણી સુપ્રીમ કોર્ટ પણ ચોંકી ગઈ, લીધો ઉધડો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : કોરોનાની મહામારીમાં સરકાર માસ્કના નામે હજાર રૂપિયા જેટલો દંડ વસૂલી રહી છે ત્યારે લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે તો વળી ક્યાંક ઘર્ષણ પણ સર્જાય છે,ત્યારે  સુપ્રીમ કોર્ટે માસ્કના નામે ચલાવાઈ રહેલી ઉઘાડી લૂંટને લઈ રૂપાણી સરકારનો ઉધડો લીધો હતો.ગુજરાત સરકારે માસ્કના નામે દંડ ઉઘરાવ્યો તેના આંકડાથી સુપ્રીમ કોર્ટ પણ ચોંકી ગઈ હતી. કોર્ટે પૂછ્યું હતું કે, નિયમોના પાલન માટે શું કરો છો?


દેશની કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અને માસ્કના દંડને લઇને આજે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જે અંગે સુપ્રીમ કોર્ટે રાજ્યોના રિપોર્ટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.રાજ્યોમાં કોવિડ નિયમોના પાલનને લઇ SCએ વેધક સવાલો કર્યા હતા. કોર્ટે રાજ્યોમાં કોવિડ નિયમોના પાલન માટે શું થઇ રહ્યું છે? આ સવાલના જવાબમાં સોલીસિટર જનરલે જણાવ્યું હતું કે, માસ્ક ન પહેરવા પર દંડ લેવાઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં ગુજરાતે 80થી 90 કરોડનો દંડ ઉઘરાવ્યો છે. આ મુદ્દે ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે, શું આ વાત આઘાતજનક નથી?