શાંત રહો તો સામેવાળો વધારે જોરૂકો થાય

શાંત રહો તો સામેવાળો વધારે જોરૂકો થાય

Mnf network:  દક્ષિણ ભારતના મહાન સંત થિરુવલ્લુવર કાપડ વેચતા. તેઓ નવી સાડીઓ તૈયાર કરી માથે પોટલું લઈને બજારમાં પહોંચ્યા. બજારમાં જઈને હજી તો સંત થિરુવલ્લુવરે સાડીઓ ગોઠવી જ હતી ત્યાં એક તોફાની મિજાજી યુવાનને સાધુની મશ્કરી સૂઝી. હાથ હલાવતો તે સંત પાસે આવ્યો અને એક સાડી હાથમાં લઈને એને ઉપર-નીચે, આગળ-પાછળ કરીને જોવા લાગ્યો અને પછી તેણે થિરુ સામે જોયું.

‘મહારાજ, આ સાડી કેટલામાં વેચવી છે?’ થિરુ મહારાજે ધીમેકથી ઉત્તર આપ્યો...

‘સો રૂપિયા.’ 

જેવો જવાબ મળ્યો કે તરત પેલા તોફાની યુવાને સાડી બરાબર વચ્ચેથી ફાડી નાખી અને પછી ફરીથી મહારાજને પૂછ્યું... ‘ધારો કે મારે આખી સાડી ન લેવી હોય તો અડધી સાડીના કેટલા રૂપિયા?’ મહારાજે શાંતચિત્તે જવાબ આપ્યો... ‘પચાસ રૂપિયા આપી દેજો એટલે બસ...’ મહારાજની શાંતિથી પેલાને તો બરાબરનું જોર ચડ્યું. હાથમાં રહેલી અડધી સાડી પણ તેણે વચ્ચેથી ફાડી નાખી અને મહારાજ સામે એ ટુકડો ધરીને પૂછ્યું...

‘હવે આ પા સાડીના કેટલા રૂપિયા?’

સંતે એ જ સૌમ્યભાવ સાથે જવાબ આપ્યો...‘પચ્ચીસ રૂપિયા...’પેલા યુવાનને તો મજા પડી ગઈ. કોઈ ગુસ્સો નહીં અને કરવામાં આવતા કૃત્યમાં કોઈ વિરોધ પણ નહીં. તેણે તો પેલી પા સાડીને પણ વચ્ચેથી ફાડીને નવેસરથી બે ટુકડા કર્યા અને એક ટુકડો સંત સામે ધરીને પૂછ્યું... ‘હવે આના?’‘સાડાબાર રૂપિયા...’કોઈ કશું બોલે નહીં ત્યારે સામેવાળાને જોર વધારે ચડે. એવું જ પેલા યુવક સાથે થયું. થિરુ મહારાજના શાંત સ્વભાવને લીધે તેનું જોર ડગલે ને પગલે બમણું થતું જતું હતું. તેણે હાથમાં રહેલા એક ટુકડાને ફરીથી વચ્ચેથી ફાડ્યો અને પૂછ્યું...

‘હવે... કેટલા આપવાના?’ ‘સવા છ રૂપિયા...’થિરુ મહારાજે જવાબ આપ્યો, પણ એ પછી શું થયું.............????