રામ રામ બે વાર જ કેમ કહેવાય છે? જાણવા જેવો છે અર્થ

રામ રામ બે વાર જ કેમ કહેવાય છે? જાણવા જેવો છે અર્થ

Mnf network:  આજકાલ ચારેય તરફ રામ રામનું જ નામ છે. સમગ્ર વિધિ વિધાન સાથે રામલલાને અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા છે. દેશભરમાં રામ રામ, સીતા રામ સહિત ઘણા રામ નામના નારા લગાવવામાં આવી રહ્યાં છે. રામ રામ મોટાભાગે ચર્ચામાં રહ્યું છે. ક્યારેક દુખમાં, તો ક્યારેક ખુશીમાં તો ક્યારેક કોઇને અલવિદા કહેવા માટે રામનું નામ બે વાર લેવામાં આવે છે.

અંક જ્યોતિષમાં રામ રામને બે વાર બોલવા પાછળની આખી ગણતરી જણાવવામાં આવી છે. તે અનુસાર રામ રામ બોલવું 108 વાર રામ નામનો જાપ કરવો છે. હિન્દી શબ્દાવલી અનુસાર 'ર' 27મા સ્થાન પર હોય છે. જ્યારે 'આ' બીજા સ્થાને હોય છે અને 'મ'નું સ્થાન 25મું હોય છે. તેવામાં જ્યારે કોઇ વ્યક્તિ 'રામ' બોલે તો અંક અનુસાર 27 + 2 + 25 = 54 કુલ અંક થાય છે.

અંક જ્યોતિષ અનુસાર જ્યારે 'રામ રામ' એક સાથે કહેવામાં આવે તો 54 + 54 = 108 અંક થઇ જાય છે. તેવામાં તમે 108 વાર રામનું નામ લઇ રહ્યાં છો. ધાર્મિક માન્યતાઓમાં 108નો અંક ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને કોઇપણ મંત્રનો જાપ 108 વાર જ કરવો ફળદાયી હોય છે. આ રીતે ફક્ત બે વાર રામ રામ બોલીને તમારી આખી રામ માળાનો જાપ થઇ શકે છે.