ચુંબન ની શરૂઆત સૌ પ્રથમ કયાં અને ક્યારે થઈ ? ચુંબન હોઠ પર જ કેમ કરવામાં આવે છે ?

ચુંબન ની શરૂઆત સૌ પ્રથમ કયાં અને ક્યારે થઈ ?  ચુંબન હોઠ પર જ કેમ કરવામાં આવે છે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : બ્રિટિશ જીવવિજ્ઞાની ડેસમન્ડ મોરિસે લિપસ્ટિક પર સંશોધન કર્યું છે. તેમણે પુરુષોને સ્ત્રીઓના ચહેરાની કેટલીક તસવીરો બતાવી અને પૂછ્યું કે તેમાંથી સૌથી આકર્ષક કયાં મહિલા છે. તેમને વારંવાર એક જ જવાબ મળ્યો. પુરુષોએ એવાં જ સ્ત્રીઓને પસંદ કર્યાં કે જેમના હોઠ સૌથી વધુ ગુલાબી, સૌથી વધુ રંગીન હતા.

આમ કંઈક એવું છે જે આપણું ધ્યાન હોઠ તરફ ખેંચે છે અને ઘણી પ્રજાતિઓ તેમની જાતિના સંકેત તરીકે લાલ રંગનો ઉપયોગ કરે છે.ભારતીય વૈદિક સંસ્કૃતિમાં ચુંબનનાં સૌથી પ્રાચીન ઉદાહરણો આશરે 2,500 અથવા 3,500 વર્ષ પહેલાં જોવા મળે છે.જે દર્શાવે છે કે આંખની નીચે રહેલી સિબેસિયસ ગ્રંથીઓ (તેલ ગ્રંથીઓ) દરેક વ્યક્તિ માટે અનોખી ગંધ ઉત્પન્ન કરે છે.

રોમને કદાચ ચુંબન સંસ્કૃતિની શરૂઆત તરીકે જોઈ શકાય. રોમ પાસે ત્રણ અલગ અલગ ચુંબન હતાં.આમાંથી એક હતું સૈવિયમ ચુંબન. તે સલાવા શબ્દ પર આધારિત હતું અને આપણે આજે પણ તેનો ઉપયોગ 'ફ્રેન્ચ કિસ' તરીકે કરીએ છીએ. અલબત્ત, રોમન લોકોને હંમેશાં આવી કિસ કરવાનું ગમતું હતું.

દુનિયામાં એવાં પણ કેટલાંક સ્થળો છે જ્યાં લોકો ચુંબનને ખરાબ માને છે. એમાં નવાઈ પામવા જેવું નથી. કારણ કે તે સમયે લોકો આજની જેમ દાંતે બ્રશ નહોતા કરતા કે નહોતા આજની જેમ માઉથવોશનો ઉપયોગ કરતા.

ચુંબન આપણા શરીરના વિવિધ અંત:સ્ત્રાવો અને ન્યુરોટ્રાન્સમીટર (શરીરમાં હાજર એક પ્રકારનું રાસાયણિક સંદેશવાહક) ને ઉત્તેજિત કરવા માટે પણ જરૂરી છે. તેના દ્વારા આપણે આપણા મહત્વપૂર્ણ સંબંધો જાળવી રાખીએ છીએ. આપણા સંબંધો જળવાઈ રહે છે તેમાં પણ ચુંબનનું મોટું યોગદાન છે.