Exclusive : AAP દ્વારા શરૂ કરાયેલ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓ સાજા થયા પછી પણ કેમ ઘરે જવા નથી માંગતા ? કારણ જાણી તમે પણ ચોંકી જશો

Exclusive : AAP દ્વારા શરૂ કરાયેલ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓ સાજા થયા પછી પણ કેમ ઘરે જવા નથી માંગતા ? કારણ જાણી તમે પણ ચોંકી જશો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓ માટે સુરતની ઈમાનદાર એવી આમ આદમી પાર્ટી દ્વારા નગર સેવકોના વોર્ડ દીઠ ઠેરઠેર covid કેર isolation સેન્ટરનો પ્રારંભ કરાયો છે. જેમાં સારવાર લઈ રહેલા દર્દીઓને નાસ્તો, જમવાનું તેમજ ડોક્ટરની સારવાર તદ્દન ફ્રી આપવામાં આવી છે. ખુદ નગરસેવકો દર્દીઓની સેવામાં રાત દિવસ રહે છે અને જાણે પોતાના જ સ્વજન હોય એવી રીતે દર્દીઓની સેવા કરી રહ્યા છે. ત્યારે અહીં સારવાર લેવા આવનાર દર્દીઓને સાજા થયા પછી પણ પોતાના ઘરે જવાનું નહીં ગમતું હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે.

જેમાં કોરોનાને માત આપી 90 વર્ષના વડોદરાના વૃધ્ધા જગીબેનને મલ્ટી પર્પઝ હોલ, સીગંણપોર, સુરત ખાતેના આઇસોલેશન સેન્ટર પરથી ડિસચાર્જ આપી ધરે મોકલવાની જાણ કરાતા વૃધ્ધ માજી એ ધરે નહિ મને અહિયા જ રાખો, અહિયા જ મને ગમે છે, હુ અહિયા જ રહીશ એવી જીદ પકડી હતી છેવટે ઘણી સમજાવટ બાદ યુક્તિ વાપરી તેમને સુખ શાંતિ પૂર્વક ઘરે મોકલવામાં આવ્યાં.

વાત જાણે એમ છે કે, મુળ જામનગરના વતની અને હાલમાં વડોદરા રહેતા 90 વર્ષના જગીબેનના ધરના 11 સભ્યો કોરોના સંકમ્રીત થતા માજી ને સુરત ખાતે પાલનપુર જકાતનાકા પર રહેતી તેની દિકરીના ધરે તેડી લાવેલ પણ તેમની દિકરીના ધરના સભ્યો પણ કોરોના સક્રમીત થતા તેમના કોઇ દુરના સંબઘી આજ થી ૫ દિવસ પહેલા કોવિડ આઇસોલેશ સેન્ટર, સીગંણપોર ખાતે મુકી ગયેલ ને તેમને માજી ની પરિસ્થિતી જણાવેલ ત્યારે કોવિડ આઇસોલેશન સેન્ટર પર હાજર AAPના નગરસેવકો અને કાર્યકર્તાઓએ એક પણ મીનીટ વિચાર કર્યા વિના જવાબદારી સ્વીકારેલ.

જ્યારે માજી ને આઇસોલેશન સેન્ટર પર લવાયા ત્યારે તેમની હાલત બહુ જ કફોડી હતી બેશુધ્ધ અવસ્થામાં હોય એવી રીતે તેમને લવાયા હતા પણ કોવિડ સેન્ટરમાં સેવા આપતા ડોક્ટરો,નગરસેવકો અને સ્વયસેવકોએ માજી ને પોતાના પરીવારના સભ્ય સમજી ને એવી સેવા ચાકરી કરી ને ધર જેવુ વાતાવરણ પુરુ પાડ્યુ કે માજી સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા..

જ્યારે આજે સાંજે કોક્ટરની સુચનાથી તેમને ડિસચાર્જ આપવાના થયા ત્યારે માજી ના દિકરીના દિકરા(ભાણેજ) ને સેન્ટર પરના કાર્યકર્તાઓ એ બોલાવેલ ને માજી ને ઘરે જવાની વાત ની ખબર પડતા માજી એ તેમના ધરના સભ્યોને કહિ દિધુ કે મને અહિયા જમવાનુ બહુ ભાવે છે,બધા બહુ સેવા કરે છે હવે હુ અહિયા જ રહીશ. તમે જવા દો. આખરે બે કલાકની સમજાવટ બાદ રિપોર્ટ કરાવા જાવુ છે એટલે ગાડીમાં લઇ જવા છે એવુ કહી પરીવારના સભ્ય સાથે માજી ને તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના પરથી એક વાત ફલિત થાય છે કે covid કેર isolation સેન્ટરમાં સેવા આપતા સમાજસેવકો, કાર્યકરો, યુવાઓ અને તબીબો દ્વારા દર્દીઓને જે પ્રેમ આપવામાં આવે છે તેના પરિણામે તેઓ ઝડપથી સાજા થઇ રહ્યા છે. પ્રેમપૂર્વકની તેમની સારવાર જ તેમનું અડધું દર્દ મિટાવી દેતી હોય છે.