સુરતના આ કોવિડ કેર સેન્ટરમાં એમ્બ્યુલન્સમાં આવેલ 28 વર્ષીય યુવાનને માત્ર 6 જ દિવસમાં કેમ ઘોડા પર બેસાડી ઘરે પરત લઈ જવો પડ્યો ? કારણ જાણી ચોકી જશો

સુરતના આ કોવિડ કેર સેન્ટરમાં એમ્બ્યુલન્સમાં આવેલ 28 વર્ષીય યુવાનને માત્ર 6 જ દિવસમાં કેમ ઘોડા પર બેસાડી ઘરે પરત લઈ જવો પડ્યો ? કારણ જાણી ચોકી જશો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :   કોરોનાની મહામારી માં અનેક લોકો કોરોના સામે જિંદગી હારી રહ્યા છે ત્યારે એવું પણ જોવા મળ્યું છે કે જે લોકોના મનોબળ મજબૂત છે તેઓ ઝડપથી કોરોના ને મ્હાત આપીને પોતાના સ્વજનોની વચ્ચે પાછા ફર્યા છે. સુરતમાં કોરોના ગ્રસ્ત દર્દી નો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દી આવ્યો હતો એમ્બ્યુલન્સમાં અને ઘરે ગયો ઘોડા ઉપર સવારી કરીને. આ વાત સાંભળીને દરેકને ચોક્કસથી આશ્ચર્ય થશે પરંતુ હકીકત છે.

સુરતના મોટા વરાછા સુદામા ચોક ખાતે ચાલી રહેલા કોવિડ કેર સેન્ટરમાં ગત 27 એપ્રિલ 2021 ના રોજ કેતન રમેશભાઈ રંગાણી ઉંમર વર્ષ 28 રહે વેલંજા સુરત કોરોના ગ્રસ્ત દર્દી બનીને આ સેન્ટરમાં સારવાર માટે આવ્યા હતા. જોકે આ સેન્ટરમાં દરેક દર્દીઓને પ્રેમ અને હૂંફ પૂર્વક ડૉક્ટર અને નર્સ દ્વારા સારવાર આપવામાં આવે છે. એટલું જ નહીં અહીંયા સેવા આપતા સ્વયંસેવકો દ્વારા દર્દીઓના આત્મબળને વધારવાના પણ સતત અવનવા પ્રયાસો થાય છે. જેને લઇને કેતન રંગાણી પણ એક આત્મવિશ્વાસુ કોરોના ગ્રસ્ત દર્દી બન્યા હતા જેથી તેમની તબિયતમાં ઝડપથી સુધારો આવ્યો હતો.

Isolation સેન્ટરમાં 24 કલાક મળતી સારવાર તેમજ કોરોના વોરિયર્સ એવા ડોક્ટર નર્સ અને સ્વયંસેવકોના સહિયારા પ્રયત્નોથી અહીંયા અનેક દર્દીઓ કોરોના ને મ્હાત આપીને પોતાના સ્વજનોની વચ્ચે પાછા ફર્યા છે. ત્યારે માત્ર છ દિવસમાં કેતન રંગાણી એ પણ કોરોના ની માત આપી દીધી હતી અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે આટલા ઝડપથી સાજા થવા પાછળનું કારણ જણાવતાં કેતન કહે છે કે આ કોવિડ કેર સેન્ટરમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા ડોક્ટર અને નર્સ દ્વારા તેમને યોગ્ય સારવાર મળી તેમજ સ્વયંસેવકો દ્વારા તેમનો જુસ્સો સતત વધારવામાં આવ્યો હતો જેને પરિણામે તેમનો આત્મવિશ્વાસ વધતા તેઓ ઝડપથી સાજા થયા છે.

 આજે 2 મે, 2021 ના રોજ આસીસટન્ટ ક્મીશનર ઓફ પોલીસ પરમાર સાહેબ ના હસ્તે કેતન રંગાણીને સોમનાથ દાદા ની સ્મૃતિ ભેટ આપી રજા આપવામા આવી હતી. દર્દી કેતન જ્યારે અહી દાખલ થયા હતા ત્યારે  એમ્બ્યુલન્સમાં આવેલ હતા પરંતુ જ્યારે અહીથી રજા આપવમા આવી હતી ત્યારે તેમના પરીવાર દ્વારા ઘોડેસવારી કરી પોતે આઇસોલેશન સેન્ટર પર થી ઘરે જવા નિકળ્યા હતા. તેમના જુસ્સાને જોઇને સ્વયં સેવકોએ પણ તીરંગા દ્વારા લીલીજંડી આપી હતી. આ ૨૮ વર્ષના યુવાને કોવિડ સેન્ટર માંથી રજા લેતા એક સારો મેસેજ પણ આપતા ગયા કે તેઓ ટુંક સમયમાં ફરી પરત ફરશે પણ દર્દી બનીને નહી બલ્કે સ્વંમસેવક બની સેવા કરશે અને બીજા દર્દીઓને પણ મોટીવેટ કરશે.